મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખને મારી નાખવા ધમકી

Spread the love

પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે, કોંગ્રેસના ધારાસભ્યને બે વખત ધમકીભર્યા ફોન આવ્યા હતા

મુંબઈ

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અસલમ શેખને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગોલ્ડી બરાડ તરીકે આપી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. કોંગ્રેસના ધારાસભ્યને બે વખત ધમકીભર્યા ફોન આવ્યા હતા. ફોન પરના વ્યક્તિએ અસલમ શેખના અંગત સહાયકને કહ્યું કે, હું ગોલ્ડી બરાડ બોલી રહ્યો છું અને અસલમ શેખને 2 દિવસમાં ગોળી મારી દેવામાં આવશે.

પોલીસે આ મામલે જાણકારી આપતા જણાવ્યું કે, અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને ફોન કોલ કરનાર વ્યક્તિને ટ્રેસ કરવા માટે એક ટીમની રચના કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે, વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 506 (2) અને 507 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

https://platform.twitter.com/embed/Tweet.html?dnt=false&embedId=twitter-widget-0&features=eyJ0ZndfdGltZWxpbmVfbGlzdCI6eyJidWNrZXQiOltdLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2ZvbGxvd2VyX2NvdW50X3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9iYWNrZW5kIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19yZWZzcmNfc2Vzc2lvbiI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZm9zbnJfc29mdF9pbnRlcnZlbnRpb25zX2VuYWJsZWQiOnsiYnVja2V0Ijoib24iLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X21peGVkX21lZGlhXzE1ODk3Ijp7ImJ1Y2tldCI6InRyZWF0bWVudCIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3Nob3dfYmlyZHdhdGNoX3Bpdm90c19lbmFibGVkIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19kdXBsaWNhdGVfc2NyaWJlc190b19zZXR0aW5ncyI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdXNlX3Byb2ZpbGVfaW1hZ2Vfc2hhcGVfZW5hYmxlZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdmlkZW9faGxzX2R5bmFtaWNfbWFuaWZlc3RzXzE1MDgyIjp7ImJ1Y2tldCI6InRydWVfYml0cmF0ZSIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfbGVnYWN5X3RpbWVsaW5lX3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9mcm9udGVuZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9fQ%3D%3D&frame=false&hideCard=false&hideThread=false&id=1710953584110793090&lang=en&origin=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%3Femail%3Dkrunal%2540gs.com%26password%3D%2540Gskrunal%26g-recaptcha-response%3D03AFcWeA542V84f0NeG__CCqos1vsFDao9XwrtF5xFJ8F5wkyW_pxFOwcobYOLE0m78npAKe72gsBSA1gUFyvk6Igi1KsHxBpH_nqseni9xHQs_LAhxd4tmYwY3ew85aNuLlym-W_sNGYc1qPSWhNMbSj0XG6ZUp3ibPEDiEr3HkYtcueO3jNLGwjTwJEsw0GhR6VJPHu5xXhFWoJN28Ocpm-8Aax3hQzo5KLVKnZt5dxNs1_tMbe0UE2M3L4FpA-lRVSgZUJHUOIQKApflsx0E5f_ZGJJQ8dFCeSntchRpR75NdmKZ85aQ9riqz1LQJTRACSbzW935XQHFzq-I6crO40SNb6FtckXW54nRcKbWDc4BXFwDYnP2fc4iIa-zbnxqFd_Q_vrwo2iy7drdvAI_psxyl32Zg7ArDZLOhpM4Wt7WNZ4TfEgtpkilCp9XB6dw2HYWTBeBmfDNie5Lwe_gjewqrlhuwn6mQ8G6QNNf7gKscC4hlb1rKcVNdwksEH-Muj37nDuYd4mHnvkx8b08FdS1wdzntdlSPF6aGp6QP3f9xSFhU7IXIQbUu3bt4CBqVcvTKlmovsN%23%2Fadmin%2Farticle%2Fadd&sessionId=8457f5dc6b87ffc5f60bcab4bb227e8525cb41a3&theme=light&widgetsVersion=7e31f10ca29dc%3A1696453545681&width=1920px અધિકારીએ જણાવ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ કોલરને શોધી કાઢવામાં આવશે. આ ફોન કોલ અસલમ શેખના અંગત સહાયક અને વકીલ વિક્રમ કપૂરે રિસીવ કર્યો હતો. અસલમ શેખ તે સમયે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં હાજર હતા. 

ગોલ્ડી બરાડ હાલમાં ફરાર ચાલી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બરાડ હાલમાં કેનેડામાં છે અને દેશના અનેક રાજ્યોની પોલીસ માટે વોન્ટેડ છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો કથિત માસ્ટરમાઈન્ડ પણ બરાડ જ છે. એટલું જ નહીં ગોલ્ડી બરાડ બોલીવુડ એક્ટર સલમાન ખાનને પણ ધમકી આપી ચૂક્યો છે અને હની સિંહને પણ ધમકી મળી ચૂકી છે. હની સિંહે પોતે આ વાતની જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેમને વોઈસ નોટ દ્વારા ધમકી મળી છે.

Total Visiters :94 Total: 1010725

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *