રાજ્યસભાના સાંસદ સહિત 27 ભારતીય ઈઝરાયેલમાં ફસાયા

Spread the love

તમામ લોકો સુરક્ષીત હોવાનું કહેવાઇ રહ્યું છે, 27 નાગરિકોએ બોર્ડર ક્રોસ કરી લીધી

મેઘાલય

ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં અન્ય દેશોના લોકો ફસાયા છે. બોલીવુડ અભિનેત્રી નુસરત ભરુચા પણ ઇઝરાયેલમાં ફસાઇ હતી. જોકે તે રવિવારે સુરક્ષીત રીતે ભારત પાછી ફરી હતી. હજી ભારતા 27 નાગરિકો ઇઝરાયેલમાં ફસાયા છે જેમાં રાજ્યસભાના એક સાંસદ પણ છે તેવી જાણકારી મળી છે. આ તમામ લોકો મેઘાલયના હોવાનું કહેવાઇ રહ્યું છે. ત્યારે ઇઝરાયેલમાં ફસાયેલા આ 27 લોકો અંગે એક મોટી અપડેટ આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મેઘાલયના 27 લોકો ઇઝરાયેલમાં ફસાયા હોવાની જાણકારી મળી રહી છે. મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ કે. સંગમાએ મીડિયાને આપેલી જાણકારી મુજબ આ તમામ લોકો સુરક્ષીત હોવાનું કહેવાઇ રહ્યું છે. મેધાલયના મુખ્ય પ્રધાન કોનરાડ કે. સંગમાએ કહ્યું કે, તમામ 27 નાગરિકો સુરક્ષિત હોવાની જાણકારી વિદેશ મંત્રાલય તરફથી મળી છે.
મેઘાલયના મુખ્ય પ્રધાન સંગમાએ ટ્વીટર પોસ્ટમાં લખ્યું છે કે, લેટેસ્ટ જાણકારી મુજબ વિદેશ મંત્રાલય અને અમારા ભારતીય મિશનના પ્રયાસોથી ઇઝરાયેલ-હમાસના સંઘર્ષ ક્ષેત્રમાં ફસાયેલા મેઘાલયના અમારા 27 નાગરિકોએ બોર્ડર ક્રોસ કરી લીધી છે. તેઓ હાલમાં ઇજીપ્તમાં છે.
6
ઓક્ટોબરના રોજ પેલેસ્ટીની આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર 5000 વધુ મિસાઇલ ચોડી હતી. આ હુમલાને કારણે ઇઝરાયેલનું મોટું નુકસાન થયું છે. આ હુમલા બાદ ઇઝરાયેલે હમાસની સામે યુદ્ધ જાહેર કરી દીધુ છે. આ સંઘર્ષમાં અત્યાર સુદી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન મળીને કુલ 1100થી વધુ લોકોનું મૃત્યુ થયું છે. જ્યારે હજારો લોકો ઇજાગ્રસ્ત છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે હજી પણ એકબીજા પર હુમલા ચાલી થઇ રહ્યાં છે.

Total Visiters :63 Total: 1045275

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *