રિલાયન્સ ફાઉન્ડેશન અને આઈઓસીએ ભારતભરમાં

Spread the love

ઓલમ્પિક મૂલ્યોના શિક્ષણના ફેલાવા માટે કરાર કર્યા

મુંબઈ

  ઈન્ટરનેશનલ ઓલમ્પિક કમિટિએ (આઈઓસી) ઓલમ્પિક મ્યુઝિયમ સાથે મળીને ભારતમાં ઓલમ્પિક વેલ્યુસ એજ્યુકેશન પ્રોગ્રામની (ઓવીઈપી) સફળતા માટે રિલાયન્સ ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું છે અને નવા સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આઈઓસી પ્રેસિડેન્ટ થોમસ બાચે મુંબઈ સ્થિત રિલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ (આરએફવાયસી) ફૂટબોલ એકેડમીની મુલાકાત દરમિયાન ભારતમાંના આઈઓસી મેમ્બર તથા રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચેરપર્સન નીતા અંબાણી સાથે યોજેલી બેઠકમાં આ નવા સહકાર મુદ્દે સમજૂતિ સધાઈ હતી. આ સમારોહમાં પ્રેસિડેન્ટ બાક અને શ્રીમતી નીતા અંબાણીએ ઓઈવીપી અને રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિકસમાન પેનન્ટ્સની આપ-લે કરી હતી તથા નવી ઓલમ્પિક વેલ્યુસ પ્લેજ વોલ પર હથેળીની છાપ પાડી હતી.

રમત-ગમતમાં યુવા લોકોના જીવનમાં પરિવર્તન આણવાની ક્ષમતા છે અને ઓવીઈપી અમલીકરણ ભાગીદાર તરીકે રિલાયન્સ ફાઉન્ડેશન અમારી સાથે જોડાયું તે બદલ અમે તેને આવકાર આપીએ છીએ જેનાથી મહારાષ્ટ્ર અને મુંબઈના વધુને વધુ વિદ્યાર્થીઓમાં ઓલમ્પિકના મૂલ્યોનો સંચય થશે. ઓવીઈપી પ્રોગ્રામથી અમે વંચિત સમુદાયના બાળકો સુધી પહોંચીને તેમને રમત-ગમત તથા તંદુરસ્ત જીવનશૈલીનો લાભ પૂરો પાડવા માગીએ છીએ, એમ પ્રેસિડેન્ટ બાકે જણાવ્યું હતું.

જ્યારે શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું હતું કે, “રિલાયન્સ ફાઉન્ડેશન ઓઈવીપી માટે આઈઓસીના ભાગીદાર બનવાનો આનંદ અનુભવે છે અને આ ભાગીદારી નિભાવવા અમે ઉત્સુક છીએ. ઓવીઈપી થકી બંને રમતગમત અને શિક્ષણ સાથે આવે છે. આ ભાગીદારી દ્વારાઅમે ભારતમાં 25 કરોડ જેટલા સ્કૂલે જતા બાળકોના જીવન પર અસર છોડવા માગીએ છીએ અને ભારતના દૂરદૂરના ગામો અને વિસ્તારો સુધી પહોંચીને અમે તેઓને વધુ શિસ્તબદ્ધતંદુરસ્ત તેમજ ચુસ્ત-દુરુસ્ત જીવનશૈલીનો વિકલ્પ પૂરો પાડવા ઈચ્છીએ છીએ. બાળકો જ આપણું ભવિષ્ય છે અને આપણે તેમને યોગ્ય શિક્ષણની સાથે રમત-ગમતનો અધિકાર પણ આપવો જરૂરી છે.

ભારતમાં 2022માં ઓડિશા રાજ્યમાં અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન સાથે મળીને લોંચ કરાયેલી ઓવીઈપી એ ભારતમાં અમલમાં આવનારા આઈઓસીના પ્રથમ મોટા પ્રોજેક્ટ્સમાંનો એક છે. અત્યારે આ પ્રોગ્રામનું બીજું વર્ષ ચાલી રહ્યું છે અને તેમાં 700થી વધુ પ્રશિક્ષકો અને 350થી વધુ સ્કૂલના 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે અને તે છેક આસામ સુધી વિસ્તરી ચૂક્યો છે.

આઈઓસી અને રિલાયન્સ ફાઉન્ડેશન ત્રણ મુખ્ય બાબતો પર ધ્યાન આપશેઃ

  • ઓલિમ્પિઝમ અને ઓલમ્પિક મૂલ્યોને ઉત્તેજન આપવા ચુનંદા સ્કૂલોમાં ગ્રેડ-આધારિત પ્રવૃત્તિઓ
  • એથ્લિટ્સ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઈન-પર્સન અને વર્ચ્યુઅલ સંવાદ કરાવીને શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી ઓલમ્પિક મૂલ્યોની ચર્ચા કરવી.
  • ઈન્ટરેક્ટિવ ગેમ્સ, ક્વિઝ અને રમતગમત તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા ઓલમ્પિક મૂલ્યો વિશે જાગૃતિ ફેલાવવી.
Total Visiters :219 Total: 1011174

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *