આ નવી ગાઈડલાઈન્સ મુજબ હવે સ્કૂલમાં સુસાઇડ પ્રિવેન્શન માટે પ્લાન ઓફ એક્શન તૈયાર કરવાનું રહેશે
નવી દિલ્હી
ભારતમાં એક સરકારી ડેટા મુજબ વર્ષ 2021માં લગભગ 13 હજાર વિધાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. જયારે 2020-21માં 4.5 ટકા ઓછી આત્મહત્યા થઇ હતી. ડબલ્યુએચઓ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ 7 લાખ લોકો આત્મહત્યા કરે છે, જેમાં 15-29 વર્ષમાં કરવામાં આવતી આત્મહત્યા ખુબ ગંભીર સમસ્યા છે. જેથી કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર આવા આત્મહત્યાના કિસ્સા રોકવા માટે ઘણા પ્રયાસો કરે છે. જેમાં શિક્ષકોને વિદ્યાર્થીઓ પર ઓછો દબાવ કરવા માટે પણ કહેવામાં આવે છે. પરંતુ હવે આ સમસ્યાને નિવારવા માટે સરકાર એક ગાઈડલાઈન લઈને આવી છે, જેનું નામ ઉમ્મીદ છે.
આ નવી ગાઈડલાઈન્સ મુજબ હવે સ્કૂલમાં સુસાઇડ પ્રિવેન્શન માટે પ્લાન ઓફ એક્શન તૈયાર કરવાનું રહેશે. જેને ધ્યાનમાં લઈને સ્કુલમાં એક વેલનેસ ટીમને સેટઅપ કરવામાં આવશે. આ ટીમનું મુખ્ય કામ સ્કૂલનાં બધા જ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમના ડીપ્રેશન અને આત્મહત્યા કે પોતાની જાતને નુકશાન પહોચાડવાના કોઈ પણ લક્ષણને ઓળખી, સમજી અને તેને ભાવનાત્મક રીતે સપોર્ટ કરીને બાળકને સમજાવવાનું છે.
ઉમ્મીદ એટલે અંડરસ્ટેન્ડ, મોટીવેટ, મેનેજ, એમ્પેથાઈસ, એમ્પાવર એન્ડ ડેવલોપ આ 6 બાબતોની મદદથી સરકાર વિદ્યાર્થીઓનો દ્રષ્ટીકોણ સારો બનાવવા ઈચ્છે છે. જેના કારણે વિદ્યાર્થીઓ પોતાને નુકસાન પહોચાડવાની મનોસ્થિતિની સંભાવનાઓ ઓછી થઇ શકે.
યુ – અંડરસ્ટેન્ડ એટલે વિદ્યાર્થીઓને સમજવા
એમ – મોટીવેટ એટલે તેમને પ્રેરિત કરવા
એમ – મેનેજ એટલે ડિપ્રેશનમાંથી પસાર થયા વિદ્યાર્થીઓની સ્થિતિ સમજીને તેને સંભાળવી
ઈ – એમ્પેથાઈસ સહાનુભુતિ રાખવી
ઈ – એમ્પાવર એટલે સશક્ત કરવું
ડી – ડેવલોપ વિકાસ કરવો
આ ડ્રાફ્ટમાં એવી કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ માટે નવા શહેરમાં જવું, નવી સ્કુલમાં જવું, ઘર અને ઘરના સભ્યોથી દુર થવું જેવી બાબતો સમસ્યાઓનું કારણ બની શકે છે. આ ઉપરાંત આજના બાળકોમાં ક્લાસમાં ટોપ કરવું, સારો રેન્ક લાવવો, કોમ્પીટીટીવ એક્ઝામમાં ક્વોલિફાય કરવું વગેરે બાબતોનું પ્રેશર હોય છે.
એવી પરીસ્થીતીમાં જો બાળકો સાથે સ્કુલમાં શિક્ષક કે પછી ઘરે માતાપિતા દ્વારા ખીજવામાં આવે કે કોઈ અસંવેદનશીલ વર્તન કરવામાં આવે તો વિદ્યાર્થીઓ કોઈ અ યોગ્ય પગલું ભરી શકે છે જેને ધ્યાનમાં રાખીને ઉમ્મીદની ગાઈડલાઈનમાં શું કરવું જોઈએ તે જણાવવામાં આવ્યું છે.
જે મુજબ બધી જ સ્કુલોમાં સ્કુલ વેલનેસ ટીમ બનાવવી જોઈએ. જેમાં પ્રિન્સીપાલ, કાઉન્સીલર, ટીચર, સ્કુલ મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ સામેલ થશે. સમય સાથે આ ડ્રાફ્ટમાં ફેરફાર કરવામાં આવશે તેમજ ત્રણ નીતિ નિયમોમાં પણ વધારો થઇ શકે છે.
5 મુદ્દાઓમાં અપેક્ષા ગાઈડલાઈન્સ શું છે તે સમજો
1. સંખ્યાના આધારે કે રંગ, કપડાં, ચપ્પલના આધારે શાળામાં કોઈ વિદ્યાર્થી સાથે ભેદભાવ કે સરખામણી બિલકુલ થવી જોઈએ નહીં. કોઈપણ સંજોગોમાં બાળકમાં હીન ભાવનાને વિકસિત થવા ન દો.
2. ગાઈડલાઈન અનુસાર, વેલનેસ ટીમે તમામ કાર્યવાહી શાંતિપૂર્વક કરવાની હોય છે. આત્મહત્યા અટકાવવા માટે દરેક કેમ્પસમાં વિગતવાર એક્શન પ્લાન બનાવવો જોઈએ અને તેનો સમયસર અમલ કરવો જોઈએ.
3. ઉમ્મીદ ની ગાઈડલાઈન અનુસાર, પીડિત વિદ્યાર્થીઓને મદદ કરવા માટે માતાપિતાનો સહકાર લેવામાં આવશે.
4. ડ્રાફ્ટ કહે છે કે માત્ર શાળાના આચાર્ય અથવા શિક્ષક જ નહીં, પરંતુ શૈક્ષણિક સંકુલના દરેક સભ્યએ આ કાર્યમાં ભાગીદાર બનવું પડશે. જો બાળકમાં ડિપ્રેશનના કોઈ લક્ષણ દેખાય છે તો ટીચર તેમજ માતાપિતાએ એક બીજા સાથે વાતચીત કરવી જોઈએ.
5. માતા-પિતા માટે સાવધાન રહેવું સૌથી જરૂરી છે
આ બાબતે શું કે મનોચિકિત્સકોનો મત
આ બાબતમાં મનોચિકિત્સકોનું કહેવાનું છે કે વર્તમાન સમયમાં બાળકોમાં વધતા જતા આત્મહત્યાના પ્રમાણ પાછળનું એક જવાબદાર કારણ સ્માર્ટફોન પણ છે. ઘણા બાળકોને મોબાઈલમાં ગેમ રમવાનું એવું વ્યસન લાગી જાય છે કે તેમને ભણવું ગમતું જ નથી. જેથી તેઓ પરીક્ષામાં સારો રેન્ક લાવી શકતા નથી અને ડીપ્રેશનમાં ચાલ્યા જાય છે. તેમજ જો માતાપિતા દ્વારા પણ ભણવા બાબતે વધુ વખત કહેવામાં આવે તો પણ બાળકને પસંદ આવતું નથી અને કઈ પણ પગલું ભરી શકે છે. આથી બાળક પહેલા મોબાઇલનું આદિ ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે.