છ વર્ષની બાળકીએ માતાને અન્ય પુરૂષ સાથે સૂતેલી જોઈ લીધી

Spread the love

બાળકીએ પિતાને જાણ કરતા પિતાએ ચતુરાઈથી પત્નીને રંગે હાથ એક શખ્સ સાથે ઝડપી, પ્રેમીને પોલીસને સોંપી દીધો

કાનપુર

ઉત્તર પ્રદેશના કાનપુરમાં અવૈધ સંબંધનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક 6 વર્ષની પુત્રીએ તેની માતાને કોઈ બીજાની બાહોમાં સૂતી જોઈ લીધી હતી. 6 વર્ષની છોકરીએ તેની માતાના કાળા કરતૂતોનો પિતાને સામે ભાંડો ફોડી દીધો હતો. પિતાને નવાઈ લાગી. પોલીસે આ બાબતે પૂછપરછ કરતાં આ વાત સાચી હોવાનું જણાયું હતું. 6 વર્ષની છોકરીએ કહ્યું, પપ્પા, તમે ગયા પછી મમ્મી એક અંકલ સાથે બેડ પર સૂઈ જાય છે અને મને કહે છે કે જો તું કોઈને કહેશે તો તને મારી નાખવામાં આવશે.
જ્યારે પુત્રીએ તેના પિતા (વ્યવસાયે ડૉક્ટર)ને તેની માતાના ગેરકાયદેસર સંબંધો વિશે જણાવ્યું, ત્યારે પિતાએ મહિલાને રંગે હાથે પકડવા માટે ચતુરાઈનો ઉપયોગ કર્યો. એક દિવસ ડૉક્ટર હોસ્પિટલ જવાને બદલે અધવચ્ચે જ ઘરે પરત ફર્યા. ડોક્ટર ઘરે આવ્યા ત્યારે દીકરીએ કહેલી વાત સાચી નીકળી.

એક રૂમમાં તેની પત્ની તેના મિત્ર રાકેશ રોશન ત્યાગી સાથે બેડ પર અશ્લીલ હરકતો કરતી જોવા મળી હતી. પતિએ તુંરત જ રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પર આવીને મહિલાના પ્રેમીની ધરપકડ કરી હતી.

Total Visiters :101 Total: 987499

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *