વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ-રન બનાવનારામાં ન્યૂઝીલેન્ડના ખેલાડી ટોચ પર

Spread the love

વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ટોપ 10 બેટ્સમેનોમાં માત્ર બે ભારતીય બેટ્સમેનો જયારે બોલરોમાં ટોપ 5માં માત્ર એક ભારતીય બોલર સામેલ

નવી દિલ્હી

અત્યાર સુધી વન-ડે વર્લ્ડ કપ 2023માં 6 મેચો રમાઈ ચુકી છે અને સૌથી વધુ રન બનાવનાર અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓ ટોપ પર વિરાજમાન છે. ન્યુઝીલેન્ડની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પણ ટોપ પર છે. જો ભારતીય ક્રિકેટ ટીમની વાત કરીએ તો ભારતીય બેટ્સમેન કે બોલર આ લિસ્ટમાં ટોપ 4માં પણ નથી. વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ટોપ 10 બેટ્સમેનોની વાત કરીએ તો આ લિસ્ટમાં માત્ર બે ભારતીય બેટ્સમેનો સામેલ છે. જયારે બોલરોમાં ટોપ 5માં માત્ર એક ભારતીય બોલર સામેલ છે.

વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો ન્યુઝીલેન્ડનો ઓપનર ડેવોન કોનવે 184 રન સાથે ટોપ પર છે. જયારે તેનો સાથી ખેલાડી રચિન રવિન્દ્ર 174 રન સાથે બીજા નંબરે છે. ત્રીજાથી લઈને પાંચમાં નંબર સુધી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો છે. રાસી વાન ડેર ડુસેન 108 રન સાથે ત્રીજા, એડન માર્કરમ 106 રન સાથે ચોથા જયારે ક્વિન્ટન ડી કોક 100 રન સાથે પાંચમાં નંબરે છે. આ લિસ્ટમાં કે.એલ રાહુલ 97 રન સાથે છટ્ઠા જયારે વિરાટ કોહલી 85 રન સાથે આઠમાં નંબરે છે.

વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

ડેવોન કોનવે – 184 રન

રચિન રવિન્દ્ર – 174 રન

રાસી વાન ડેર ડુસેન – 108 રન 

એડન માર્કરમ – 106 રન

ક્વિન્ટન ડી કોક – 100 રન

રવિન્દ્ર જાડેજા પાંચમાં નંબરે 

વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે પણ ન્યુઝીલેન્ડના બોલર આગળ છે. મિચેલ સેન્ટનર 7 વિકેટ સાથે પ્રથમ અને મેટ હેનરી 6 વિકેટ સાથે બીજા નંબરે છે. ત્રીજા નંબરે નેધરલેન્ડ્સના બાસ ડી લીડે છે. તેણે 5 વિકેટ લીધી છે. ચોથા નંબર પર બાંગ્લાદેશનો મેહદી હસન મિરાજ છે. તેણે 3 વિકેટ લીધી છે. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 3 વિકેટ સાથે પાંચમા સ્થાને છે. તેના સિવાય 6 વધુ બોલરોએ 3-3 વિકેટ લીધી છે.

વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

મિચેલ સેન્ટનર – 7 વિકેટ 

મેટ હેનરી – 6 વિકેટ 

બાસ ડી લીડે – 5 વિકેટ 

મેહદી હસન મિરાજ – 3 વિકેટ 

રવિન્દ્ર જાડેજા – 3 વિકેટ 

Total Visiters :110 Total: 1045075

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *