ભારતના વોન્ટેડ આતંકી શાહિદ લતિફની પાક.માં ગોળી મારીને હત્યા

Spread the love

એનઆઈએ યુએપીએ હેઠળ શાહિદ સામે કેસ દાખલ કર્યો હતો અને તે પહેલાંથી જ ભારત સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો

સિયાલકોટ

પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. શાહિદ પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેના પર ગોળીઓ વરસાવી હતી. 

એનઆઈએએ (એનઆઈએ) યુએપીએ હેઠળ શાહિદ સામે કેસ દાખલ કર્યો હતો અને તે પહેલાંથી જ ભારત સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો. અગાઉ પણ અનેક આતંકીઓની પાકિસ્તાનમાં હત્યા કરાઈ હતી. 

જમ્મુ-કાશ્મીરના કૂપવાડા જિલ્લાનો રહેવાશી બશીર અહેમદ પીર ઉર્ફે ઈમ્તિયાઝ આલમની પાકિસ્તાનમાં જ અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. તે હિઝબુલ મુજાહિદ્દીનનો લોન્ચિંગ કમાંડર પણ રહી ચૂક્યો હતો. રાવલપિંડીમાં તેના પર ગોળીઓનો વરસાદ કરી દેવાયો હતો. તેને ગત વર્ષે જ ભારત સરકારે આતંકી જાહેર કર્યો હતો. 

આતંકનું પુસ્તક કહેવાતા એજાજ અહેમદ અહંગરની 22 ફેબ્રુઆરી 2023ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં હત્યા કરાઈ હતી. ભારતમાં આઈએસને ફરી શરૂ કરવાના પ્રયાસ કરી રહેલો એજાજ અલ કાયદાના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો હતો. 

Total Visiters :102 Total: 1010395

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *