ભિવાનીમાં રોડ પર ઊભેલી ટ્રક સાથે કાર ટકરાતાં છ યુવકનાં મોત

Spread the love

ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે યુવકોના હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયા

ભિવાની

હરિયાણાના ભિવાનીના બહલ વિસ્તારના સેરલા ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે લગભગ 11:30 વાગ્યે એક કાર અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે ટક્કર થવાથી ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે યુવકોના હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયા હતા.

ગઈકાલે મોડી રાત્રે 6 યુવકો ગાડીમાં સેરલા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક રોડ પર ઉભેલી એક ટ્રક સાથે તેઓની કારની જબરદસ્ત ટક્કર થઇ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડીના ફૂરચા બોલી ગયા હતા અને તેમાં સવાર ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે યુવકો હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માતમાં મૃતકની ઓળખ રવિ તરીકે થઈ છે, જેની ઉંમર 18 વર્ષ જણાવવામાં આવી છે. બીજા યુવકઈ ઓળખ બરવાલાના રહેવાસી પ્રદીપ તરીકે કરવામાં આવી છે. જયારે અન્ય ચાર યુવકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી.

અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ યુવાનોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ આજે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરશે. પોલીસની ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી. આ અંગે પોલીસે મૃતકોની ઓળખ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Total Visiters :118 Total: 1384378

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *