અફઘાન સામે વિકેટ લીધા બાદજ બુમરાહનું ફૂટબોલરની સ્ટાઈલમાં સેલિબ્રેશન

Spread the love

બુમરાહે વિકેટ લીધા બાદ ઇંગ્લિશ ફૂટબોલર માર્કસ રેશફોર્ડની જેમ સેલિબ્રેટ કર્યું હતું, રેશફોર્ડ માન્ચેસ્ટર યુનાઈટેડ માટે રમે છે

નવી દિલ્હી

ભારતે ગઈકાલે અફઘાનિસ્તાન સામે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની 9મી મેચમાં 8 વિકેટથી જીત મેળવી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે જબરદસ્ત બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે 4 વિકેટ ઝડપી હતી. બુમરાહે વિકેટ લીધા બાદ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યું હતું. બુમરાહની આ સ્ટાઇલે ક્રિકેટમાં ફૂટબોલનો સ્વાદ ઉમેર્યો હતો. બુમરાહનો ફોટો ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેના પર ચાહકોની રસપ્રદ પ્રતિક્રિયા જોવા મળી હતી.

બુમરાહે વિકેટ લીધા બાદ ઇંગ્લિશ ફૂટબોલર માર્કસ રેશફોર્ડની જેમ સેલિબ્રેટ કર્યું હતું. રેશફોર્ડ માન્ચેસ્ટર યુનાઈટેડ માટે રમે છે. તેની તસવીર માન્ચેસ્ટર યુનાઈટેડ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. તસવીરમાં બુમરાહની સાથે રેશફોર્ડ પણ જોવા મળી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સહિત ઘણી ટીમોએ આ ફોટો પર કોમેન્ટ કરી છે. ચાહકો તરફથી પણ રસપ્રદ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. 

દિલ્હીમાં રમાયેલી મેચમાં બુમરાહે 10 ઓવરમાં 39 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેણે ઈબ્રાહીમ ઝાદરાન, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ અને રાશિદ ખાનની વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 272 રન બનાવ્યા હતા. બુમરાહની સાથે સાથે હાર્દિક પંડ્યાએ પણ 2 વિકેટ ઝડપી હતી. પંડ્યાએ રહેમાનુલ્લા ગુરબાઝ અને અઝમતુલ્લા ઉમરઝઈને આઉટ કર્યો હતો. ભારતે માત્ર 35 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. રોહિતે 84 બોલમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા ની મદદથી 131 રન બનાવ્યા હતા. જયારે વિરાટે અણનમ 55 રન બનાવ્યા હતા.

Total Visiters :110 Total: 1010341

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *