ઈઝરાયેલમાંતી ભારતીયોને પરત લાવવા ઓપરેશન અજય હાથ ધરાશે

Spread the love

તેના માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હોવાનીં વિદેશપ્રધાન જયશંકરે માહિતી આપી

નવી દિલ્હી

ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સંચાલિત હમાસ સંગઠન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત તેના નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે અભિયાન ચલાવવા જઈ રહ્યું છે. આ અભિયાનનું નામ ઓપરેશન અજય રાખવામાં આવ્યું છે. 

વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે આ માહિતી આપતાં કહ્યું કે ઈઝરાયલથી પરત આવવા માગતા લોકો માટે અમે વતન વાપસી અભિયાન ચલાવવા જઇ રહ્યા છીએ. તેના માટે અમે ઓપરેશન અજય લોન્ચ કર્યું છે. તેના માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને ભલાઈ માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. 

એક આંકડા અનુસાર ઈઝરાયલમાં ભારતીયોની સંખ્યા 18,000 જેટલી છે. તેઓ વર્ક કે સ્ટડી માટે ત્યાં ગયા છે. અહીં રહેતા ભારતીયોનો એક મોટો હિસ્સો દેખરેખ કરનારા તરીકે પણ કામ કરે છે પણ ત્યાં એક હજાર વિદ્યાર્થીઓ, અનેક આઈટી પ્રોફેશનલ અને હીરા વેપારીઓ પણ છે. 

Total Visiters :98 Total: 1041494

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *