કોહલીએ અફઘાનના ખેલાડી નવીનને ટ્રોલ કરતા લોકોને અટકાવ્યા

Spread the love

સ્ટેડિયમમાં મેચ જોઈ રહેલા પ્રશંસકોએ વિરાટ કોહલીની વિનંતી સ્વીકારી અને નવીન ઉલ હકને ટ્રોલ કરવાનું બંધ કરી દીધું

નવી દિલ્હી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપ 2023ની 9મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતીય ટીમે માત્ર 35 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર હાંસલ કરી અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ ગઈકાલની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. વિરાટે પણ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. મેચ દરમિયાન એક ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો અફઘાનિસ્તાનના ખેલાડી નવીન ઉલ હકને સતત ટ્રોલ કરી રહ્યા હતા. આ પછી વિરાટ કોહલીએ ફેન્સને નવીન ઉલ હકની મજાક ન ઉડાવવાનું કહ્યું હતું. સ્ટેડિયમમાં મેચ જોઈ રહેલા પ્રશંસકોએ વિરાટ કોહલીની વિનંતી સ્વીકારી અને નવીન ઉલ હકને ટ્રોલ કરવાનું બંધ કરી દીધું હતું.

આઈપીએલ 2023 દરમિયાન વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે ઝઘડો થયો હતો. બંને ખેલાડીઓ વચ્ચેનો આ વિવાદ ખુબ ચર્ચામાં હતો. હવે ગઈકાલની મેચમાં વિરાટના અંદાજે ફેન્સનું દિલ જીતી લીધું હતું. સોશ્યલ મીડિયા પર ફેન્સ વિરાટ કોહલીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. નવીન ઉલ હક અને વિરાટ કોહલી મેચ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન બંને ખેલાડીઓએ એકબીજાને ગળે પણ લગાવ્યા હતા. મેચ પૂરી થયા બાદ પણ નવીન ઉલ હક અને વિરાટ કોહલી મળ્યા હતા. આ દરમિયાન બંને ખેલાડીઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

Total Visiters :109 Total: 1041314

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *