ભારતે વર્લ્ડ કપમાં સાતમી વખત 250થી વધુનો ટાર્ગેટ ચેઝ કર્યો

Spread the love

વર્લ્ડ કપમાં પાંચ વખતથી વધુ 250થી વધુનો લક્ષ્ય કોઈએ હાંસલ કર્યો નથી

નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ ટીમનું વન-ડે વર્લ્ડ કપ 2023માં વિજય અભિયાન ચાલુ છે. ભારતે બીજી મેચમાં અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 80 રનની ઇનિંગ રમી હતી અને અઝમતુલ્લા ઉમરઝાઇએ 62 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ભારતે 35 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ભારતે વન-ડે વર્લ્ડ કપમાં રેકોર્ડ સાતમી વખત 250થી વધુ રનનો લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. અન્ય ટીમો પર નજર કરીએ તો પાંચ વખતથી વધુ 250થી વધુનો લક્ષ્ય કોઈએ હાંસલ કર્યો નથી.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ 84 બોલમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી શાનદાર 131 રન બનાવ્યા હતા. રોહિતે 30 બોલમાં 50 રન અને 63 બોલમાં સદી પૂરી કરી હતી. આ વન-ડે વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી હતી. આ મામલે તેણે કપિલ દેવને પાછળ છોડી દીધા હતા. કપિલે વન-ડે વર્લ્ડ કપ 1983માં ઝિમ્બાબ્વે સામે માત્ર 72 બોલમાં સદી ફટકારી હતી. રોહિતને તેની આ ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો. જયારે વિરાટ કોહલીએ 56 બોલમાં અણનમ 55 રન બનાવ્યા હતા. વિરાટે 35મી ઓવરની છેલ્લી બોલ પર ચોગ્ગો ફટકારી ભારતને જીત અપાવી હતી. આ મેચ દરમિયાન ઘણાં રેકોર્ડ પણ બન્યા હતા.

વન-ડે વર્લ્ડ કપમાં ભારતે સફળતાપૂર્વક હાંસલ કરેલો સર્વોચ્ચ સ્કોર

288 વિ. ઝિમ્બાબ્વે, ઓકલેન્ડ, 2015

275 વિ. શ્રીલંકા, મુંબઈ WS, 2011 ફાઈનલ

274 વિ. પાકિસ્તાન, સેન્ચુરિયન, 2003

273 વિ. અફઘાનિસ્તાન, દિલ્હી, 2023

265 વિ. શ્રીલંકા, હેડિંગ્લે, 2019

દિલ્હીમાં વનડેમાં સૌથી વધુ ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો

278 રન – ભારત વિ. શ્રીલંકા, 1982

273 રન – ભારત વિ. અફઘાનિસ્તાન, 2023

272 રન – શ્રીલંકા વિ. ભારત, 1996

239 રન- ભારત વિ. ઓસ્ટ્રેલિયા, 1986

238 રન – ભારત વિ. ઈંગ્લેન્ડ, 2011

વન-ડે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી

189 રન – રોહિત શર્મા અને કે.એલ રાહુલ વિ. શ્રીલંકા, લીડ્સ, 2019

180 રન- રોહિત શર્મા અને કે.એલ રાહુલ વિ. બાંગ્લાદેશ, બર્મિંગહામ, 2019

174 રન- શિખર ધવન અને રોહિત શર્મા વિ. આયર્લેન્ડ, હેમિલ્ટન, 2015

163 રન- સચિન તેંડુલકર અને અજય જાડેજા વિ. કેન્યા, કટક, 1996

156 રન- ઈશાન કિશન અને રોહિત શર્મા વિ. અફઘાનિસ્તાન, દિલ્હી, 2023

વન-ડે વર્લ્ડ કપમાં સફળ રન ચેઝમાં સૌથી વધુ સ્કોર

152* રન – ડેવોન કોનવે (ન્યુઝીલેન્ડ) વિ. ઈંગ્લેન્ડ, અમદાવાદ, 2023

139* રન – લાહિરુ થિરિમાને (શ્રીલંકા) વિ. ઈંગ્લેન્ડ, વેલિંગ્ટન, 2015

134* રન – સ્ટીફન ફ્લેમિંગ (ન્યુઝીલેન્ડ) વિ. દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2003

131* રન – મોહમ્મદ રિઝવાન (પાક) વિ. શ્રીલંકા, હૈદરાબાદ, 2023

131 રન – રોહિત શર્મા (ભારત) વિ. અફઘાનિસ્તાન, દિલ્હી, 2023

127* રન – સચિન તેંડુલકર (ભારત) વિ. કેન્યા, કટક, 1996

Total Visiters :121 Total: 1051690

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *