સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે ‘સીઇંગ ઇઝ બિલિવિંગ’ પ્રોગ્રામના 20 વર્ષ પૂર્ણ કર્યા

Spread the love

વ્યૂહાત્મક પહેલ દ્વારા 15 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચી
ઓક્ટોબરમાં 31 નવા વિઝન સેન્ટર્સ ખોલ્યા, મહિનાના દરેક દિવસે એક

આ વર્લ્ડ સાઇટ ડેના દિવસે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક તેના ‘સીઇંગ ઇઝ બિલિવિંગ’ પ્રોગ્રામની 20મી વર્ષગાંઠની ઊજવણી કરી રહી છે, જે ટાળી શકાય તેવા અંધત્વને નાબૂદ કરવા માટે સમર્પિત પહેલ છે. ભારતમાં 2003માં તેની શરૂઆત થઈ ત્યારથી, આ કાર્યક્રમ વ્યૂહાત્મક સહયોગ અને પહેલ દ્વારા આગામી 3 વર્ષમાં તેને 18 મિલિયન સુધી લઈ જવાની વધુ પ્રતિબદ્ધતા સાથે 15 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચ્યો છે.

છેલ્લા બે દાયકામાં, સીઇંગ ઇઝ બિલિવિંગ સપોર્ટેડ પ્રોજેક્ટ્સે 3.5 મિલિયનથી વધુ મોતિયાની પ્રોસીજર હાથ ધરી છે, 6,00,000થી વધુ ચશ્માનું વિતરણ કર્યું છે અને આ સપોર્ટેડ પ્રોજેક્ટ્સ દ્વારા 11,327 ટેલિકન્સલ્ટેશન હાથ ધર્યા છે. આ આંકડા ભારતમાં દ્રષ્ટિ અને આંખના સ્વાસ્થ્યને સુધારવામાં આ પહેલની નોંધપાત્ર અસરને રેખાંકિત કરે છે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે પ્રાથમિક આંખની સંભાળની સમગ્ર ઇકોસિસ્ટમને વધુ અસરકારક બનાવવા માટે નવીનતા, ક્ષમતા નિર્માણ અને તાલીમની જરૂરિયાતને પણ માન્યતા આપી હતી. આ સામાજિક જવાબદારીને કેન્દ્રમાં રાખીને, બેંકે ભારતમાં ત્રણ એકેડમી (દિલ્હી, હૈદરાબાદ અને મદુરાઈ)ને સમર્થન આપ્યું છે જેણે પ્રાથમિક આંખની સંભાળને પ્રોત્સાહન આપવા માટે 1,00,000થી વધુ વ્યક્તિઓને તાલીમ આપી છે.

ભારતમાં, ‘સીઇંગ ઇઝ બિલિવિંગે’ 22 રાજ્યોમાં 450થી વધુ વિઝન સેન્ટર્સ સ્થાપીને તેના મુખ્ય મૂલ્ય તરીકે ઇક્વિટી સાથે મજબૂત આઇ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાંથી 50% મહિલાઓ દ્વારા સંચાલિત છે. બેંક ઓક્ટોબરમાં અન્ય 31 વિઝન સેન્ટર્સ ઉમેરીને આ નેટવર્કને વિસ્તારવાની યોજના ધરાવે છે, મહિનાના દરેક દિવસે એક – સમગ્ર આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં. બેંકે ટેલિમેડિસીન દ્વારા ખૂણેખૂણે સુધી પહોંચવા માટે ભવિષ્યવાદી દ્રષ્ટિ સેન્ટર્સને ટેકો આપીને પ્રાથમિક આંખની સંભાળના ભવિષ્યમાં પણ રોકાણ કર્યું છે અને સારવારની જરૂર હોય તેવા લોકોને શ્રેષ્ઠ ઉપલબ્ધ સંભાળ પૂરી પાડી છે.

આગામી ત્રણ વર્ષમાં, બેંક તેના સમર્થિત પ્રોજેક્ટ્સ દ્વારા 1,12,000થી વધુ મોતિયાની પ્રોસીજર્સ હાથ ધરીને વધારાના 3 મિલિયન વ્યક્તિઓ સુધી પહોંચવા માટે કામ કરી રહી છે. આની સાથે, બેંક ટાળી શકાય તેવા અંધત્વને દૂર કરવા માટે તેની યાત્રાને અનુરૂપ 3,80,000થી વધુ ચશ્માનું વિતરણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આ પ્રોગ્રામને વધુ વિસ્તૃત કરવા માટે તેની મુખ્ય વ્યૂહરચનાઓ આના દ્વારા દર્શાવી છે:

સુવિધાઓથી વંચિત વિસ્તારોમાં વિસ્તરણ
ટેકનોલોજી અને ભાગીદારી દ્વારા નવીનતાને પ્રોત્સાહન આપવું
આંખની સંભાળને આવરી લેવા માટે સેવાઓમાં વૈવિધ્યીકરણ
મહિલાઓનું નેતૃત્વ અને વર્કફોર્સની ભૂમિકાઓમાં સશક્તિકરણ
જાગૃતિ અભિયાનો દ્વારા ટાળી શકાય તેવા અંધત્વને અટકાવવું
એકેડેમી દ્વારા આંખની સંભાળના પ્રોફેશનલ્સની ક્ષમતાનું નિર્માણ
અદ્યતન ટેલિમેડિસિન ક્ષમતાઓ સાથે ભવિષ્યવાદી વિઝન સેન્ટર્સ બનાવવા

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના હેડ ઓફ સસ્ટેનેબિલિટી કરુણા ભાટિયાએ જણાવ્યું હતું કે, “આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે અને અમને ગર્વ છે કે છેલ્લા 20 વર્ષોમાં ‘સીઈંગ ઈઝ બિલિવિંગ’ પ્રોગ્રામે ભારતના અંતરિયાળ ભાગોમાં નજરે પડે તેવા ફેરફારો લાવવા સહિત હકારાત્મક અસર ઊભી કરી છે. આ પહેલ જાગૃતિ ફેલાવવા અને અમારા પ્રોગ્રામ પાર્ટનર્સ દ્વારા વિશ્વ કક્ષાની પ્રાથમિક આંખની સારવારની સુલભતાના આધારે અનુકૂળ વાતાવરણ બનાવીને અમે સેવા આપીએ છીએ તે લોકોના જીવનને સુધારવા માટેના અમારા સમર્પણનું ઉદાહરણ આપે છે. અમે આ સિદ્ધિની ઊજવણી કરીએ છીએ ત્યારે અમે ટાળી શકાય તેવા અંધત્વને સમાપ્ત કરવા અને દરેક વ્યક્તિ વધુ સારું ભવિષ્ય જોઈ શકે તેવા સમાજનું નિર્માણ કરવા માટે અમારા કાર્ય સાથે આગળ વધવા માટે ઉત્સુક છીએ.”

એલ. વી. પ્રસાદ આઈ ઈન્સ્ટિટ્યૂટના સ્થાપક ડો. જી. એન. રાવે જણાવ્યું હતું કે, “સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને અમારી સંસ્થા વચ્ચેની ભાગીદારી અત્યાર સુધીની સૌથી વધુ પ્રભાવશાળી પૈકીની એક છે. આમાં ગ્રામીણ સ્વાસ્થ્ય, પ્રાથમિક સંભાળ, એક તરફ ટેક્નોલોજીનો લાભ ઉઠાવવા અને ઉચ્ચ-ગુણવત્તાવાળી આંખની સંભાળ પૂરી પાડવા માટે મૂળભૂત રીતે વિવિધ કેડરના આંખના હેલ્થ વર્કફોર્સના નિર્માણના નિર્ણાયક પાસાં આવરી લેવામાં આવ્યા હતા. અન્ય એક નોંધપાત્ર પરિણામમાં વંચિત ગ્રામીણ યુવાનો માટે કારકિર્દી બનાવાઈ હતી જેમાંથી ઘણી સ્ત્રીઓ હતી.”

સાઈટસેવર્સ ઈન્ડિયાના સીઈઓ આર એન મોહંતીએ જણાવ્યું હતું કે, “અમને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક તરફથી તેના સીઈંગ ઈઝ બિલિવિંગ પ્રોજેક્ટ હેઠળ લાંબા સમયથી સમર્થન મળ્યું છે. અમારી બે દાયકાથી વધુ લાંબી ભાગીદારીએ દેશના કેટલાક સૌથી દૂરસ્થ અને અછતગ્રસ્ત વિસ્તારોમાં આંખની સંભાળની સેવાઓને મજબૂત બનાવી છે. પશ્ચિમ બંગાળના સુંદરવન, છત્તીસગઢ, બિહાર, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ એવા રાજ્યો છે જ્યાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે સાઈટસેવર્સ ઈન્ડિયા સાથે સહયોગ કર્યો છે. અમારો ઉદ્દેશ્ય હંમેશા એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ સ્તરે દ્રષ્ટિની ક્ષતિનો વ્યાપ ઘટે અને મોતિયા અને રીફ્રેક્ટિવ એરર સેવાઓનું કવરેજ અને ગુણવત્તા વધે. સીઇંગ ઇઝ બિલિવિંગ હેઠળના અમારા આંખના આરોગ્ય કાર્યક્રમો દ્વારા, અમે સમુદાયો વચ્ચે આંખના આરોગ્યની સમસ્યાઓનું જ્ઞાન વધારવા અને આંખની આરોગ્ય સેવાઓની બહેતર સુલભતા, પોષણક્ષમતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે.”

Total Visiters :254 Total: 1051905

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *