દિલ્હીના ઘણા વિસ્તારોનો એક્યુઆઈ 300 થી ઉપર,ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો

Spread the love

ચોમાસું પાછું ખેંચાયા બાદ 6 અને 7 ઓક્ટોબરે એક્યુઆઈ 200ને પાર કરી ગયો હતો એટલે કે આ અંક હવાની નબળી કક્ષામાં પહોંચ્યો હતો

નવીદિલ્હી

દિલ્હીની હવા જે છેલ્લા ઘણા દિવસોથી શુદ્ધ હતી, તેમાં ફરી પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જો આજે દિલ્હીના એક્યુઆઈ વિષે વાત કરવામાં આવે તો 200ને પાર કરી ગયો હતો. ચોમાસું પાછું ખેંચાયા પછી સિઝનનો આ ત્રીજો દિવસ છે, જ્યારે હવાની ગુણવત્તા નબળી જોવા મળી રહી છે.

દિલ્હીના ઘણા વિસ્તારોનો એક્યુઆઈ 300 થી ઉપર એટલે કે ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો હતો. ચોમાસું પાછું ખેંચાયા બાદ 6 અને 7 ઓક્ટોબરે એક્યુઆઈ 200ને પાર કરી ગયો હતો એટલે કે આ અંક હવાની નબળી કક્ષામાં પહોંચ્યો હતો. આ પછી પવનની ગતિ વધતા અને પ્રદૂષકના પાર્ટીકલ્સમાં વધારો થવાથી હવા ફરી બગડી હતી.

મોસમમાં બદલાવ વચ્ચે દિવસ દરમિયાન પણ ગરમી યથાવત રહેવા છતાં પાટનગરમાં સવાર-સાંજનું વાતાવરણ આહલાદક બનવા લાગ્યું છે. જેમાં ગઈકાલે દિલ્હીમાં સવાર છ વર્ષમાં સૌથી ઠંડી રહી હતી. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે દિલ્હીની સ્ટાન્ડર્ડ ઓબ્ઝર્વેટરી સફદરજંગમાં મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું હતું.

Total Visiters :107 Total: 1051415

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *