ભારત-પાક. મેચ પહેલાં પ્રી-મેચ શૉમાં અરિજિત, સુખવિંદર, શંકર રંગ જમાવશે

Spread the love

બપોરે 12.30 વાગ્યાથી દુનિયાના સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડિયમ પર પ્રી-મેચ શોની મોજ માણવા મળશે

અમદાવાદ

આગામી 14 ઓક્ટોબરના વર્લ્ડ કપ 2023 માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે જોરદાર રસાકસી ભરી મેચ રમાવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.  મેચ પહેલા બોલીવુડના સુપરસ્ટાર સિંગર્સ ધમાલ મચાવવાના છે. અરિજીત સિંહથી લઈને શંકર મહાદેવન, સુખવિંદર સિંહ પોતાના જોશીલા અવાજમાં સ્ટેડિયમ ગજવશે. બીસીસીઆઈએ પોતાના અધિકૃત એક્સ (એક્સ) એકાઉન્ટ પર તેની જાણકારી આપી છે. 

બીસીસીઆઈએ એક્સ પર સિંગર્સના પરફોર્મન્સ વિશે જાણકારી આપી છે. અરિજીત સિંહ વિશે જાણકારી આપતા બીસીસીઆઈએ એક્સ પર લખ્યું હતું કે, એક ખાસ પરફોર્મન્સ સાથે બહુપ્રતીક્ષીત  #INDvPAK નો મુકાબલો શરુ થશે.  દુનિયાના સૌથી મોટા ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અરિજીત સિંહના મંત્રમુગ્ધ કરનારા ખાસ મ્યુઝિક માટે તૈયાર થઈ જશે. 14 ઓક્ટોબરના રોજ બપોરે 12.30 વાગ્યાથી પ્રી -મેચ શોમાં શરુ થવાનો છે.  

સુખવિંદર સિંહના પરફોર્મન્સ વિશે જાણકારી આપતાં બીસીસીઆઈએ લખ્યું છે કે, સુખવિંદર સિંહ આ કાર્યક્રમને વધુ શાનદાર અને ખાસ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. 14 ઓક્ટોબરના રોજ  #INDvPAK ની મેચ શરુ થાય તે પહેલા તેમના જોશીલા અવાજમાં પરફોર્મન્સ આપશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 12.30 વાગ્યથી લાઈવ જોઈ શકશો. 

શંકર મહાદેવનના પરફોર્મન્સની જાણકારી આપતાં બીસીસીઆઈએ લખ્યું, કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા શંકર મહાદેવનને લાઈવ જોઈ શકશો. જે #INDvPAK માટે પહેલા મંચ પર તેમનુ શાનદાર પરફોર્મન્સ રજુ કરવાના છે. 14 ઓક્ટોબર બપોરે 12.30 વાગ્યાથી દુનિયાના સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડિયમ પર પ્રી-મેચ શો નો અનુભવ લઈ શકશો. 

Total Visiters :84 Total: 987266

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *