એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આકર્ષક કેશબેક અને ડિસ્કાઉન્ટ સાથે ‘હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ ઓફર્સની જાહેરાત કરી

Spread the love

એયુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વડે શોપિંગ, ફૂડ અને ટ્રાવેલ પર રૂ. 25,000થી વધુની બચત કરો

મુંબઈ

આ તહેવારોની સિઝનમાં, ભારતની સૌથી મોટી એસએફબી અને સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ ઓફર્સ લાવવા માટે જાણીતી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે (એયુ એસએફબી) એયુ ક્રેડિટ કાર્ડ્સ અને ડેબિટ કાર્ડ્સ પર ‘હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ કેમ્પેઇન હેઠળ ઉત્સવની આકર્ષક ઓફર્સ રજૂ કરી છે. 15મી ઓક્ટોબર, 2023થી 15મી નવેમ્બર, 2023 સુધી ભવ્ય ઉત્સવની ઊજવણી ચાલુ છે. આ ઊજવણી મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક્સ, વસ્ત્રો, હોમ એપ્લાયન્સીસ, અનાજ અને કરિયાણા, મનોરંજન, મુસાફરી, આરોગ્ય, યુટિલિટી, ફર્નિચર અને મર્ચન્ડાઈઝ ઈએમઆઈનો સમાવેશ કરતી વિવિધ કેટેગરીના ઘણા અગ્રણી મર્ચન્ટ્સમાં વિસ્તરે છે.

એયુ એસએફબીના ‘હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલની મુખ્ય વિશેષતા એ છે કે તે તમામ મુખ્ય ઈ-રિટેલર પ્લેટફોર્મના શોપિંગ ફેસ્ટિવલમાં આકર્ષક ઓફર્સ પ્રદાન કરે છે. એયુ એસએફબી પાસે 30થી વધુ અગ્રણી બ્રાન્ડ એસોસિએશનો હશે અને મર્ચન્ટ ઈએમઆઈ ઓફર્સ 60થી વધુ બ્રાન્ડ્સ અને મર્ચન્ટ્સમાં લાઇવ છે. ગ્રાહકો રિલાયન્સ ડિજિટલ, ક્રોમા, તાતા ક્લિક, વિજય સેલ્સ, Gostor.com જેવી અગ્રણી ઈલેક્ટ્રોનિક બ્રાન્ડ્સ, યાત્રા, ક્લિયરટ્રીપ, ઇઝમાયટ્રિપ જેવી ટ્રાવેલ પોર્ટલ, ઓનલાઇન ગ્રોસરી રિટેલર્સ જેમ કે બિગબાસ્કેટ, બ્લિંકિટ, જિઓમાર્ટ, ઈન્સ્ટામાર્ટ, ઝોમેટો, સ્વિગી, ડોમિનોઝ જેવી ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સ અને અન્ય જેમ કે બુકમાયશો અને ફાર્મઈઝી જેવા અન્ય પર આકર્ષક ઓફર્સનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક 1115 લકી સ્પેન્ડરને પ્રીમિયમ સ્માર્ટ ફોન્સ અને એમેઝોન વાઉચર્સ જેવા આનંદદાયક સરપ્રાઈઝ સાથેના રિવાર્ડ્સ આપશે.

ભારતમાં હાલ ચાલી રહેલી ક્રિકેટ મેચો દરમિયાન, એયુ એસએફબીએ ઝોમેટો મેચ ડે સ્પેશિયલ ઓફર્સ સાથે ફૂડ ઓર્ડર અને ડાઇનિંગ કેટેગરી પર ઓફરોને વિસ્તારી છે. ગ્રાહક આ બધી રોમાંચક મેચો જોતી વખતે ઓનલાઈન ઓર્ડર પર 20 ટકા (રૂ. 200 સુધી) અને જમવા પર 20 ટકા (રૂ. 1,000 સુધી)ની છૂટ મેળવી શકે છે.

નવરાત્રી અને દશેરા માટે, એયુ એસએફબી નવ દિવસની વિશિષ્ટ મર્ચન્ટ ઓફર્સ રજૂ કરે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • સ્વિગી ઓર્ડર અને સ્વિગી ઈન્સ્ટામાર્ટ પર રૂ. 200ની છૂટ
  • તાતા ક્લિક પર 20% ડિસ્કાઉન્ટ (રૂ. 1,000 સુધી).
  • બ્લિંકિટ પર 20% ડિસ્કાઉન્ટ (રૂ. 200 સુધી).
  • ઝોમેટો ઓનલાઈન ઓર્ડર અને જમવા પર 20%ની છૂટ
  • બુકમાયશો પર બાય વન ગેટ વન ઓફર (રૂ. 250 સુધી)
  • ડોમેસ્ટિક ફ્લાઇટ પર 15% ડિસ્કાઉન્ટ (રૂ. 3,000 સુધી) અને યાત્રા અને ઇક્સિગો સાથે ઈન્ટરનેશનલ ફ્લાઇટ પર રૂ. 10,000 સુધી
  • Gostor.com પર 10% ડિસ્કાઉન્ટ (રૂ. 2,000 સુધી).

ધનતેરસ માટે, એયુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઘરેણાંની ખરીદી પર 5% કેશબેકનો આનંદ લો.

રિટેલ ગ્રાહકો માટે આ ઉપરાંત, એયુ એસએફબી હોમ લોન, ટ્રેડ ફોરેક્સ, ગોલ્ડ લોન અને લોકર પર વિશેષ તહેવારોની ઓફર્સ પણ આપી રહી છે. હોમ લોનના ગ્રાહકો પ્રોસેસિંગ ફી પર 0.25 ટકાની માફી મેળવી શકે છે. ગોલ્ડ લોનના ગ્રાહકો રૂ. 3 લાખ સુધીની લોન પર ઝીરો પ્રોસેસિંગ ફી મેળવી શકે છે. લોકર ગ્રાહકો લોકરના વાર્ષિક ભાડા પર વધારાના 10 ટકાની છૂટ મેળવી શકે છે. વેપાર અને ફોરેક્સ સેવાઓ આકર્ષક કિંમતે ઓફર કરવામાં આવે છે જેમાં 100 ટકા એફડી સમર્થિત ઇનલેન્ડ બેંક ગેરંટી/લેટર ઓફ ક્રેડિટ પ્રાઇસિંગ વાર્ષિક 1 ટકા અને રિટેલ રેમિટન્સ ફોરેક્સ માર્જિન (ફેમિલી મેઇન્ટેનન્સ/ગિફ્ટ/શિક્ષણ હેતુઓ) 50 ટકા ડિસ્કાઉન્ટ સાથેનો સમાવેશ થાય છે.

એયુ એસએફબી એ AU 0101 એપ્લિકેશન દ્વારા તેની ડિજિટલ હાજરીને વિસ્તૃત કરવાનું ચાલુ રાખ્યું હોવાથી, આ તહેવારોની ઓફરો ગ્રાહકોમાં ડિજિટલ પ્રવેશને વધુ વેગ આપશે તેવી અપેક્ષા છે. તહેવારોની સિઝન દરમિયાન ગ્રાહક AU 0101 એપ પર બુક કરાયેલ રિચાર્જ, બિલ પેમેન્ટ, ગિફ્ટ કાર્ડ અને બસ ટિકિટ પર આકર્ષક ઓફર્સનો લાભ લઈ શકે છે.

‘હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ ઓફર્સની જાહેરાત કરતા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉત્તમ ટિબરવાલે જણાવ્યું હતું કે, “વર્ષોથી, એયુ એસએફબીએ વર્ષભર અમારા ગ્રાહકોને આકર્ષક ઓફર્સ સાથે સતત રિવાર્ડ્સ આપ્યા છે અને સંલગ્ન કર્યા છે. રિટેલ બેંક તરીકે સમગ્ર ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતમાં મજબૂત હાજરી સાથે, અમે તહેવારોના મૂલ્ય અને મહત્વને સમજીએ છીએ જે મિત્રો અને પરિવારને એકસાથે લાવે છે. આ તહેવારોની સિઝન દરમિયાન, અમારા નવીનતમ કેમ્પેઇન, ‘હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ ઓફર્સ સાથે, અમે અમારા ગ્રાહકો અને તેમની ખુશીઓ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને નવી ઊંચાઈએ લઈ જઈએ છીએ. આ કેમ્પેઇન સાથે, અમે અગ્રણી બ્રાન્ડ્સ અને સ્થાનિક વેપારીઓ સાથે મળીને અમારા રિવાર્ડ્સ અને પસંદગીઓની રેન્જને વિસ્તૃત કરી છે. અમારું ધ્યાન હવે મોટી બ્રાન્ડ્સથી આગળ વિસ્તર્યું છે અને હાયપરલોકલ બ્રાન્ડ્સનો સમાવેશ કર્યો છે, જે સુવિધા અને ગ્રાહક-કેન્દ્રિતતાને સુનિશ્ચિત કરે છે. અમે અમારી મલ્ટિ-ચેનલ વ્યૂહરચનાના ભાગરૂપે ડિજિટલ એપ AU0101 દ્વારા ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ પર આકર્ષક કેશબેક અને ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ. અમારો અંતિમ ઉદ્દેશ્ય અમારા ગ્રાહકોની તહેવારોની ક્ષણોને વધુ આનંદદાયક અને પરિપૂર્ણ બનાવવાનો છે.”

Total Visiters :242 Total: 1045472

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *