ભોપાલની ચિલ્ડ્રન કરેક્સનલ હોમ ટીમે ચેસ ફોર ફ્રીડમમાં ગોલ્ડ મેડલ જીત્યો

Spread the love

વર્લ્ડ ચેસ ફેડરેશન દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપનો ઉદ્દેશ જેલમાં બંધ વ્યક્તિઓના પુનર્વસન માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે ચેસને પ્રોત્સાહન આપવાનો હતો


અમદાવાદ
ભોપાલની ચિલ્ડ્રન કરેક્શનલ હોમ ટીમે કેદીઓ માટેની ઈન્ટરકોન્ટિનેન્ટલ “ચેસ ફોર ફ્રીડમ” ઓનલાઈન ચેસ ચેમ્પિયનશીપમાં યુથ કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરીને નોંધપાત્ર વિજય મેળવ્યો હતો. વર્લ્ડ ચેસ ફેડરેશન (ફિડે) દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપનો ઉદ્દેશ જેલમાં બંધ વ્યક્તિઓના પુનર્વસન માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે ચેસને પ્રોત્સાહન આપવાનો હતો.
11 થી 13 ઓક્ટોબર, 2023 યોજાયેલી આ ટુર્નામેન્ટમાં તમામ ખંડોનું પ્રતિનિધિત્વ કરતી 50 દેશોની 118 ટીમોએ ભાગ લીધો હતો.જેણે કેદીઓને વિશ્વભરના કેદીઓ સાથે સ્પર્ધા કરવાની અનોખી તક પૂરી પાડી હતી. યુથ સેક્શનમાં ભારત-2 (ચિલ્ડ્રન કરેક્શનલ સેન્ટર, ભોપાલ)નો મુકાબલો સર્બિયા સામે ગોલ્ડ મેડલ માટે થયો હતો, જ્યારે ઇક્વાડોર અને ઇન્ડિયા-1 (તિહાર જેલ – યુથ) બ્રોન્ઝ મેડલ માટે જંગમાં ઉતર્યા હતા.
ભોપાલની ચિલ્ડ્રન કરેક્શનલ હોમ ટીમે તેમના કોચ શ્રી રવિ પાલસુલેના માર્ગદર્શન હેઠળ ફાઈનલમાં સર્બિયાને 2.5-1.5 અને 2-2ના સ્કોર સાથે હરાવીને વિજયી દેખાવ કર્યો હતો. જ્યારે, ઇન્ડિયા-1 (તિહાર જેલ – યુથ) એકરોમાંચક મુકાબલા બાદ ઈક્વાડોર સામે પરાજય પામી ચોથા સ્થાને રહી હતી.
મેન્સ કેટેગરીની મેચો તારીખ 16મી ઓક્ટોબર, 2023ના રોજ યોજાવાની છે.
મોંગોલિયાની મહિલા ટીમ અને ભારતીય યુવા ટીમે,કેદીઓ માટેનાસુધારાત્મક સુવિધાઓ માટે આયોજિત ચેસની અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટત્રીજી ઈન્ટરકોન્ટિનેન્ટલ ઓનલાઈન ચેસ ચેમ્પિયનશીપમાં ચેમ્પિયન બનીને ઈતિહાસ રચી દીધો હતો. અમેરિકાના ઇલિનોઇસના શિકાગોમાં ફિડે અને કૂક કાઉન્ટી શેરિફની ઓફિસ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ જેલમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ સાથે સુસંગત હતી.
યુથ કેટેગરીમાં, ભારતે ચિલ્ડ્રન કરેક્શનલ સેન્ટર, ભોપાલ અને તિહાર જેલ – યુથનું પ્રતિનિધિત્વ કરતી બે બે ટીમો ઉતારી હતી.આ બંને ટીમોએ ઇન્ટરકોન્ટિનેન્ટલ “ચેસ ફોર ફ્રીડમ ટૂર્નામેન્ટ” માં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. બંને ભારતીય યુવા ટીમોએ અસાધારણ રીતે સારો દેખાવ કર્યો હતો અને એશિયા ઓસ્ટ્રેલિયા ગ્રૂપની અંદર ગ્રુપ-2ની મેચો માટે ક્વોલિફાય કર્યું હતું. તેઓએ ગ્રૂપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને અનુક્રમે ગોલ્ડ અને બ્રોન્ઝ માટેની ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું.
ચિલ્ડ્રન કરેક્શનલ સેન્ટર ગર્લ્સ, ભોપાલની ટીમે ઇન્ટરકોન્ટિનેન્ટલ “ચેસ ફોર ફ્રીડમ ટૂર્નામેન્ટ” માં મહિલાઓની શ્રેણીમાંભારતીય જેલનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓએ એશિયા ઓસ્ટ્રેલિયા ગ્રૂપમાં પ્રશંસનીય ત્રીજું સ્થાન નિશ્ચિત કર્યું હતુ, જેમાં છ ટીમોનો સમાવેશ થતો હતો.
આ ટુર્નામેન્ટની સફળતા સુનિશ્ચિત કરવા માટે ઈન્ડિયન ઓઈલે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (એઆઈસીએફ) અને પ્રિઝન ઓથોરિટીઝના સહયોગથી ભારતીય જેલોને કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ એક્સેસ સહિતની ટ્રેનિંગ માટે જરુરી તમામ સુવિધાઓ પુરી પાડી હતી.
ભારતીય જેલોમાંથી ટીમોની પસંદગી ઈન્ડિયનઓઈલ દ્વારા ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના સહયોગથી આયોજીત પરિવર્તન- પ્રિઝન ટુ પ્રાઈડ ઓનલાઈન ચેસ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિના માધ્યમથી કરવામાં આવી હતી. આ અનોખી ટૂર્નામેન્ટમાં ભારતભરની 21 જેલો અને સુધારણા ગૃહોએ ભાગ લીધો હતો.

Total Visiters :304 Total: 987405

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *