વર્લ્ડ કપમાં ભારત પણ બે વખત અપસેટનો શિકાર બન્યું છે

Spread the love

વર્લ્ડ કપમાં 10 મોટા અપસેટ સર્જાયા છે, 1983ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને ઝિમ્બાબ્વેએ હરાવ્યું હતું

નવી દિલ્હી

અફઘાનિસ્તાને ગઇકાલે રાત્રે વર્લ્ડકપ 2023ની 13મી મેચમાં ઇંગ્લેન્ડ સામે 69 રને જીત મેળવી હતી. આ મેચમાં અફઘાનિસ્તાન દ્વારા પહેલા બેટિંગ કરીને 284 રન બનાવવામાં આવ્યા હતા. આ સ્કોર સામે આખી ઈંગ્લીશ ટીમ 215 રન જ બનાવી શકી હતી. ગયા વર્ષે ચેમ્પિયન બનેલી ઇંગ્લેન્ડની ટીમ માટે આ હારને પચાવી થોડી અઘરી છે. ઇંગ્લેન્ડની હાર બાદ ક્રિકેટ ફેન આવા વર્લ્ડ કપના ઈતિહાસમાં મોટા અપસેટ યાદ આવવા લાગ્યા. 1983ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને ઝિમ્બાબ્વેએ હરાવ્યું હતું, જ્યારે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 1996ના વર્લ્ડ કપમાં કેન્યા જેવી ટીમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય ભારતીય ટીમને વર્લ્ડ કપના ઈતિહાસમાં બે વખત મોટા અપસેટનો સામનો કરવો પડ્યો હતો. તો જાણીએ વર્લ્ડ કપના ઈતિહાસના સૌથી મોટા અપસેટ વિશે-

1. ઝીમ્બાબ્વે વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયા, 1983 વર્લ્ડકપ, ગ્રુપ સ્ટેજ:  ઝીમ્બાબ્વેએ 1983ના વર્લ્ડકપમાં લીગમાં 13 રને ઓસ્ટ્રેલીયાને હરાવ્યું હતું. 

2. વેસ્ટઇન્ડીઝ વિરૂધ્ધ કેન્યા, 1996 વર્લ્ડકપ, ગ્રુપ સ્ટેજ: પહેલીવાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરનાર કેન્યાની ટીમે પટનામાં વેસ્ટઇન્ડીઝને 7 વિકેટથી હરાવ્યું હતું. 

3. ભારત વિરૂધ્ધ ઝિમ્બાબ્વે, 1999 વર્લ્ડકપ, ગ્રુપ સ્ટેજ: તે સમય દરમ્યાન સૌથી કમઝોર માનવામાં આવતી ઝિમ્બાબ્વે વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતને 3 રનથી હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. 

4. સાઉથ આફ્રિકા વિરૂધ્ધ ઝિમ્બાબ્વે, 1999 વર્લ્ડકપ, ગ્રુપ સ્ટેજ: ઝિમ્બાબ્વેએ ભારતને હરાવ્યા બાદ સાઉથ આફ્રિકાને 48 રને હરાવીને વર્લ્ડકપ 1999માં બીજી મોટી સફળતા મેળવી હતી. 

5. પાકિસ્તાન વિરૂધ્ધ બાંગ્લાદેશ, 1999 વર્લ્ડકપ, ગ્રુપ સ્ટેજ: બાંગ્લાદેશે આ વર્લ્ડકપમાં પાકિસ્તાનને નોર્થમ્પ્ટનમાં ગ્રુપ સ્ટેજ મેચમાં 62 રને હરાવ્યું હતું. 

6. શ્રીલંકા વિરૂધ્ધ કેન્યા, 2003 વર્લ્ડકપ, ગ્રુપ સ્ટેજ: કેન્યાએ 2003 વર્લ્ડકપમાં નૈરોબીમાં શ્રીલંકાને 53 રનથી હરાવીને ગેમ ચેઈન્જર બની હતી. કેન્યાની ટીમ આ વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

7. બાંગ્લાદેશ વિરૂધ્ધ ભારત, 2007 વર્લ્ડકપ, ગ્રુપ સ્ટેજ: બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલ વર્લ્ડકપની ગ્રુપ બી મેચમાં ભારતને 5 વિકેટે હરાવીને મોટી સફળતા હાંસલ કરી હતી. ભારતીય ટીમ આ વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ હતી.

8. આયર્લેન્ડ વિરૂધ્ધ પાકિસ્તાન, 2007 વર્લ્ડકપ, ગ્રુપ સ્ટેજ: વર્લ્ડકપ 2007માં બીજો મોટો અપસેટ આયર્લેન્ડે પાકિસ્તાનને 3 વિકેટે હરાવીને જીત હાંસલ કરી હતી. આ હારને કારણે પાકિસ્તાનની ટીમ પણ પછીના રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

9. ઈંગ્લેન્ડ વિરૂધ્ધ આયર્લેન્ડ, 2011 વર્લ્ડકપ: બેંગલુરુમાં ગ્રુપ સ્ટેજની મેચમાં ઈંગ્લેન્ડને 3 વિકેટથી હરાવીને આયર્લેન્ડે 2011 વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જ્યો હતો.

10. આયર્લેન્ડ વિરૂધ્ધ વેસ્ટ ઈન્ડિઝ, 2015 વર્લ્ડકપ: આ વખતે ટીમે પૂલ સ્ટેજની મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે જીતવા માટે 305 રનનો ટાર્ગેટને 25 બોલ બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

Total Visiters :115 Total: 1344357

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *