નીતૂ કપૂરે તાજેતરમાં જ પુત્ર રણબીર કપૂરની સાથે એક ફોટો પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી આ બાબતના સંકેત આપ્યા
મુંબઈ
રણબીર કપૂર અત્યારે પોતાની ફિલ્મ એનિમલને લઈને સતત ચર્ચામાં છે. હવે રણબીર કપૂરના ચાહકો માટે વધુ એક ખુશખબરી છે. રણબીર કપૂર ટૂંક સમયમાં જ પોતાની માતા નીતૂ કપૂરની સાથે એકવાર ફરીથી સ્ક્રીન શેર કરતા નજર આવવાના છે. 2007માં રિલીઝ થયેલી ફિલ્મ સાંવરિયામાં પોતાના ડેબ્યૂથી નીતૂ કપૂર અને ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી તમામનું દિલ જીતી લીધુ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ માતા-પુત્રની જોડીને એક સાથે જોવા માટે તૈયાર થઈ જાવ.
નીતૂ કપૂરે તાજેતરમાં જ પુત્ર રણબીર કપૂરની સાથે એક ફોટો પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યુ છે કે ‘એક વાર ફરી મારા ફેવરેટ કોસ્ટારની સાથે વાપસી’ આ ફોટોમાં તમે રણબીરને વ્હાઈટ ટી-શર્ટ અને નીતૂ કપૂરને મલ્ટીકલરની ડ્રેસમાં જોઈ શકો છો. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં લોકોની વચ્ચે ખૂબ હલચલ જોવા મળી રહી છે. એક્ટ્રેસે જે પોસ્ટ શેર કરી છે તેના કેપ્શનને વાંચ્યા બાદ ચાહકો વચ્ચે માતા-પુત્રની જોડીને એકવાર ફરીથી સ્ક્રીન પર જોવાનો ઉત્સાહ વધી ગયો.
નીતૂ કપૂરની પોસ્ટને જોયા બાદથી સોશિયલ મીડિયા પર ચાહકો ઘણા પ્રકારની વાતો કરી રહ્યા છે. કોઈકનું કહેવુ છે કે બંને એકવાર ફરીથી સાથે કોઈ ફિલ્મ કે વેબ સિરીઝમાં નજર આવશે. રણબીર કપૂરની ફિલ્મ બેશરમમાં કામ કર્યા બાદ નીતૂ કપૂરે ગયા વર્ષે રાજ મહેતાની ફિલ્મ જુગજુગ જીયોથી પડદા પર વાપસી કરી. આ પારિવારિક કોમેડી-ડ્રામા ફિલ્મમાં નીતૂએ વરુણ ધવન, કિયારા અડવાણી અને અનિલ કપૂરની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી.
રણબીર કપૂરની ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બરથી રિલીઝ થવાની છે. આ ફિલ્મ સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શનમાં બનેલી છે. રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ ફિલ્મની મેઈન કાસ્ટનો ભાગ છે. રણબીર કપૂરને લઈને ઘણા દિવસોથી ચર્ચા છે કે તેઓ માયથોલોજિકલ ફિલ્મ રામાયણમાં ભગવાન રામની ભૂમિકામાં નજર આવશે. નિતેશ તિવારી ફિલ્મને ડાયરેક્ટ કરશે.