જોધપુરમાં ભિખારી આઈફોન ખરીદવા બોરીમાં સિક્કા લઈને દુકાને પહોંચ્યો

Spread the love

ભિખારી પૈસા લઈને અનેક સ્ટોરમાં ફરે છે પણ તેને એન્ટ્રી નથી મળતી પણ તેનો એક દુકાનમાં પર્વેશ મળે છે જ્યાં દુકાનદારની પૈસા ગણવામાં સ્થિતિ કફોડી થાય છે

જોધપુર

સપ્ટેમ્બર મહિનામાં જ એપલ કંપનીનો આઈફોન 15 લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં, મોંઘા આઈફોન ને ઘણીવાર સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સામાન્ય લોકો ફોન પર આટલો ખર્ચ કરી શકતા નથી. એવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેને જોઇને લોકો દંગ રહી ગયા છે અને જાતજાતની કમેન્ટ કરી રહ્યા છે.
આઈફોન-15નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોધપુરનો છે. આમાં એક ભિખારી આઈફોન-15 ખરીદવા માટે સિક્કાથી ભરેલી બોરી લઈને દુકાને પહોંચે છે. સિક્કા ગણતી વખતે દુકાનદારની હાલત કફોડી થઈ જાય છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્સપેરીમેન્ટ કિંગે એક સામાજિક પ્રયોગ કર્યો છે. વીડિયોમાં એક છોકરો ભિખારીના ગેટઅપમાં આઈફોન ખરીદવા જતો દર્શાવવામાં આવ્યો છે. તે ઘણા શોરૂમની મુલાકાત લે છે, પરંતુ ઘણી જગ્યાએ તેને એન્ટ્રી મળતી નથી. ઘણા પ્રયત્નો પછી તેને એક સ્ટોરમાં એન્ટ્રી મળે છે. સિક્કાઓમાં તેની ચૂકવણી પણ ત્યાં સ્વીકારવામાં આવે છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આના પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.જ્યારે આ ભિખારી વ્યક્તિ બોરીમાં સિક્કા લઈને દુકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે અને પછી જ્યારે તે દુકાનની અંદર પ્રવેશે છે તો તેનો દેખાવ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. વીડિયોમાં દુકાનદારને સિક્કા ભરેલા થેલાનું પેમેન્ટ કરવામાં આવે છે. દુકાનદાર સિક્કા ગણીને થાકી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઘણી લાઈક્સ મળી રહી છે.
આના પર લોકો ખૂબ જ ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ પછી વીડિયોમાં ભિખારી આઈફોન પ્રો મેક્સ લેતો જોવા મળે છે. તે દુકાનના માલિક સાથે ફોટો પણ લે છે, જેના કારણે અન્ય લોકો હેરાન રહી જાય છે. ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી, આ વિડિયો 34 મિલિયનથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે.
આ વીડિયોમાં ભિખારીને આઈફોન ખરીદતો જોઈને સ્ટોરની બહાર લોકોની ભીડ જોઈ શકાય છે. સ્ટોર પર હાજર લોકો પણ ભિખારીને આઇફોન ખરીદતા જોઇને દંગ રહી જાય છે. તમને જણાવી દઈએ કે આઈફોન 15ની કિંમત રૂ.79,900 થી શરૂ થાય છે, જ્યારે આઈફોન 15 પ્લસની કિંમત રૂ.89,900 થી શરૂ થાય છે, જે સામાન્ય લોકોની પહોંચની બહાર છે.
આ વીડિયો પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક વપરાશકર્તાએ ટિપ્પણી કરી હતી કે, “દુકાનદારોએ તેમના ગ્રાહકોનું સન્માન કરવાનું શીખવું જોઈએ, પછી ભલે તે કોઈ પણ હોય, ગરીબ હોય કે અમીર કે ભિખારી.” અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “કોઈના દેખાવને જોઈને તેના સ્ટેટસને ક્યારેય ન નક્કી કરો.” ત્રીજા યુઝરે કોમેન્ટ કરી, “કોને કોને એમ લાગ્યું કે ફોન ખરીદનાર હાર્દિક પંડ્યા જેવો છે અને દુકાનનો માલિક રોહિત શર્મા જેવો છે?”

Total Visiters :115 Total: 1366651

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *