હત્યારાઓ ગોળી મારીને સ્કૂટર પર ફરાર થઈ ગયા, આ હત્યાકાંડ બાદ બેલ્જિયમ પોલીસે રાજધાનીમાં લેવલ ફોર ટેરર એલર્ટ
બ્રસેલ્સ
બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં સ્વીડનના બે નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.આ ઘટનાને બેલ્જિયમના વડાપ્રધાન આતંકવાદી હુમલો ગણાવી છે.
હત્યારાઓ ગોળી મારીને સ્કૂટર પર ફરાર થઈ ગયા હતા.આ હત્યાકાંડ બાદ બેલ્જિયમ પોલીસે રાજધાનીમાં લેવલ ફોર ટેરર એલર્ટ અને બાકી દેશમાં લેવલ થ્રી ટેરર એલર્ટ જાહેર કર્યુ છે.
બેલ્જિયમ અને સ્વીડન વચ્ચે રમાનારી ફૂટબોલ મેચ પહેલા આ ઘટના બની હતી અને તેને યુરોપના મોટાભાગના દેશોએ ત્વરિત પ્રતિક્રિયા આપીને વખોડી કાઢી હતી.
બેલ્જિયમની એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે નાગરિકોની હત્યા બાદ સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યટો હતો અને તેમાં દેખાઈ રહેલા વ્યક્તિએ ઈસ્લામિક સ્ટેટથી પ્રેરાઈને પોતે જ આ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો.