બ્રિક્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે અમદાવાદની ઓઇશિકીની ભારતીય ટીમમાં પસંદગી

Spread the love

ગાંધીધામ

અમદાવાદની ઉભતી ખેલાડી અને હાલમાં અંડર-19 કેટેગરીમાં ભારતમાં પાંચમો ક્રમાંક ધરાવતી ઓઇશિકી જોઆરદારને બ્રિક્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં ભાગ લેનારી દસ સદસ્યની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 18થી 21મી ઓક્ટોબર દરમિયાન સાઉથ આફ્રિકાના ડરબન ખાતે યોજાનારી છે.

બ્રિક્સ એ ટૂંકુ નામ છે જે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા (ભારત), ચીન અને સાઉથ આફ્રિકાનો સંદર્ભ આપે છે.

અને, સાઉથ આફ્રિકા આ વખતે તેમના દેશની સરકાર મારફતે નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફ સ્પોર્ટ્સ, આર્ટસ અને કલ્ચરના સહયોગથી ક્વાઝુલુ-નાતાલ પ્રાંતની સરકાર દ્વારા ઇથેનકિવી મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટીમાં 2023ની બ્રિક્સ ગેમ્સનું આયોજન કરી રહી છે.

ચિત્કારા યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીબીએની વિદ્યાર્થિની ઓઇશિકી અંડર-19 ઇવેન્ટમાં ભઆગ લેનારી છે જે ડરબનના યુકેઝેડએન વેસ્ટવિલ્લે કેમ્પસ ઇનડોર હોલ ખાતે યોજાશે.

18 વર્ષીય ઓઇશિકી અગાઉ ભારત માટે રમી ચૂકી છે. તેણે જણાવ્યું હતું કે ભારતીય ટીમના એક ભાગ તરીકે ભાગ લેવા બદલ તે ખુશ છે. “દેશનું પ્રતિનિધિત્વ કરવું તે હંમેશાં ગૌરવશાળી બાબત હોય છે. અને, બ્રિક્સ ગેમ્સ પ્રતિષ્ઠિત ગેમ્સ છે. અહીં અમે ચીનના મહારથી સામે રમવાના છીએ જે અમારા માટે કપરા હરીફ છે પરંતુ અમારા માટે આ સારો અનુભવ રહેશે.” ઓઇશિકીએ જણાવ્યું હતું.

ઓઇશિકી મૂળ બંગાળની છે પરંતુ આ વર્ષે તેના પિતાની અમદાવાદમાં બદલી થતાં તે અમદાવાદમાં આવીને વસી છે.
વડોદરાના ઇન્ટરનેશનલ અમ્પાયર જિત્યાંગ ભટ્ટ પણ ભારતીય દળનો એક ભાગ રહેશે કેમ કે તેમને ટુર્નામેન્ટમાં ટેકનિકલ ઓફિશિયલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ ઓઇશિકીને શુભેચ્છા પાઠવી હતી. “કોઇ પણ ખેલાડી માટે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં રમવું તે સર્વશ્રેષ્ઠ તૈયારી છે. અમે આશા રાખીએ કે ઓઇશિકી દેશને ગૌરવ પ્રદાન કરશે.” તેમ તેમણે જણાવ્યું હતું.

Total Visiters :398 Total: 1344056

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *