સાઉદી ક્રાઉન પ્રિન્સે યુએસના વિદેશમંત્રી બ્લિન્કેનને કલાકો સુધી રાહ જોવડાવી

Spread the love

સાઉદી અરબસ્તાન અને ઈજીપ્ત જેવા નિકટવર્તી દેશો પણ અમેરિકા સામે ગુસ્સે ભરાયા

રિયાદ  

ઈઝરાયલ-હમાસ યુદ્ધને લીધે અમેરિકાની રાજદ્વારી મુશ્કેલીઓ વધી રહી છે. સઉદી અરબસ્તાન અને ઈજીપ્ત જેવા નિકટવર્તી દેશો પણ અમેરિકા સામે ગુસ્સે ભરાયા છે. અમેરિકાનાં તે અંગેના વલણને લીધે તેઓ નારાજ છે.

દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન આરબ દેશોની મુલાકાતે છે. તેના ભાગ રૂપે સઉદી અરબસ્તાન પહોંચેલા બ્લિન્કેનને સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મુલાકાત માટે બ્લિન્કેનને કલાકો સુધી રાહ જોવડાવી હતી. તે ઉપરાંત ઈજીપ્તના નેતા અબ્દેલ ફતહ અલ સીરીએ અમેરિકાનાં વલણ અંગે નારાજગી બતાવી છે. સઉદી અરબસ્તાનના ક્રાઉન પ્રિન્સ વાસ્તવમાં બ્લિન્કેનને ગઇકાલે સાંજે મળવાના હતા. પરંતુ તેને બદલે છેક આજે સવારે મળ્યા.

નિરીક્ષકોનું મંતવ્ય છે કે આ પછી અમેરિકાનું વલણ થોડું બદલાયું છે. તેણે ઈઝરાયલને ગાઝા ઉપર કબજો ન જમાવવા જણાવ્યું છે.

મીટીંગનાં પ્રારંભે જ સઉદી પ્રિન્સે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ઈઝરાયલ અંગે અમેરિકાનું વલણ ખોટું છે.

ઈઝરાયલે આક્રમણ તો કરવું જ ન જોઈએ પરંતુ પોતાની સેનાને પણ હટાવી લેવી જોઈએ.

તેમણે કહ્યું ઈઝરાયલનાં આક્રમણનો ભોગ નિર્દોષ પેેલેસ્ટાઇનીઓ બની રહ્યા છે. ગાઝા પટ્ટીમાં વીજળી અને પાણી પણ રોકવામાં આવ્યા છે. તેથી લોકો એક એક ટીપાં પાણી માટે પણ તરસે છે. આ પરિસ્થિતિ તુર્ત જ દૂર થવી જોઈએ, નહીં તો સમગ્ર આરબ વિસ્તારમાં તેની અસર પડશે.

તે સર્વ વિદિત છે કે, આરબ દેશો જ નહીં, સમગ્ર ઇસ્લામિક જગતમાં સઉદી અરબસ્તાની સલાહ અને વલણને મહત્વ અપાય છે. આ યુદ્ધ છતાં હજી સુધી તો સઉદી અરબસ્તાને સંતુલન રાખ્યું છે. પરંતુ પેલેસ્ટાઇન અંગે તે આંતરિક દબાણમાં આવી ગયું છે. કહેવાય છે કે, અરબસ્તાનની જનતા તો સ્પષ્ટ રીતે માને છે કે આ અંગે પેલેસ્ટાઇનીઓને જ સાથ આપવો જોઈએ.

વોશિંગ્ટન પોસ્ટ જણાવે છે કે વિદેશ મંત્રાલયનાં મેમોમાં સઉદી અરબસ્તાનની મીટીંગ અંગે માહિતી આપવામાં આવી હતી. (એવું લાગે છે કે) સઉદી અરબસ્તાન ઉપરાંત ઇજીપ્ત સાથેના સંબંધો પણ અત્યારે દાવ ઉપર લાગ્યા છે. જાણવા મળ્યું છે કે, અમેરિકાએ ઈજીપ્ત સાથે શનિવારે જ એક સમજૂતી કરી હતી. તે પ્રમાણે ઇજીપ્ત ગાઝાને સ્પર્શતી તેની સરહદ ખોલી નાખે જેથી ગાઝામાંથી નાસી જનારાઓને સહાય કરી શકાય. આવું અમેરિકાનું સૂચન હતું. પરંતુ ઈજીપ્તે તેમ કરવાની ના કહી દેતાં ઇજીપ્તમાં આશ્રય મેળવવા જતા પેલેસ્ટાઇનીઓને પાછા જવું પડયું છે.

ટૂંકમાં મધ્યપૂર્વમાં પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે.

Total Visiters :96 Total: 1045217

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *