બેંકિંગ શેરોમાં ખરીદીના કારણે કારોબારમાં ઉછાળો, એફએમસીજી, એનર્જી, કોમોડિટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ મેટલ્સ, ઓટો અને આઈટી સેક્ટરના શેરમાં તેજી સાથે બંધ થયા
મુંબઈ
શેરબજારમાં આજે મજબૂત ગતિ સાથે તેજી જોવા મળી છે, અને સ્થાનિક શેરબજારમાં જોરદાર કારોબારી દિવસના અંતે જોરદાર ઉછાળો નોંધાયો છે. બેંક શેરોમાં જોરદાર ઉછાળાને કારણે શેરબજારને સપોર્ટ મળી રહ્યો છે અને આઈટી શેરોમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. આજે બજારને રિલાયન્સ, એચડીએફસી બેંક જેવી હેવીવેઇટ્સની વૃદ્ધિ દ્વારા ટેકો મળ્યો છે. આજના કારોબારી દિવસના અંતે શેર બજારના બન્ને મુખ્ય સૂચકાંક અપ રહ્યાં હતા. દિવસના અંતે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.39 ટકાના ઉછાળા સાથે 261.16 પૉઇન્ટ વધીને 66,428.09ના સ્તરે બંધ રહ્યો હતો. આની સાથે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી પણ અપ રહ્યો હતો, નિફ્ટી 0.4 ટકાના ઉછાળા સાથે 79.75 પૉઇન્ટ ઉછળ્યો અને 19,811.50ના સ્તરે બંધ રહ્યો હતો. આમ બન્ને મુખ્ય ઇન્ડેક્સમાં શાનદાર તેજી સાથે ઉછાળો જોવા મળ્યો હતો.
ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ શુભ સાબિત થયો છે. સોમવારે, એચડીએફસી બેંકના સારા ત્રિમાસિક પરિણામો અને સારા વૈશ્વિક સંકેતોને કારણે, દિવસભર ઝડપી વેપાર કર્યા પછી બજાર ગ્રીન કલરમાં ખુલ્યું અને રેડ કલરમાં બંધ થયું. જો કે છેલ્લા કલાકોમાં બજાર દિવસના ઉચ્ચ સ્તરથી થોડું નીચે સરકી ગયું હતું. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 261 પોઈન્ટના ઉછાળા સાથે 66,428 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 80 પોઈન્ટના ઉછાળા સાથે 19,811 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ખરીદીના કારણે આજના કારોબારમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ સિવાય એફએમસીજી, એનર્જી, કોમોડિટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ મેટલ્સ, ઓટો અને આઈટી સેક્ટરના શેરમાં તેજી સાથે બંધ થયા હતા. જ્યારે માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરો ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ફરી એકવાર જોરદાર ખરીદારી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર ઉછાળા સાથે અને 50 નિફ્ટી શેરોમાંથી 38 શેર ઉછાળા સાથે અને 12 ઘટાડા સાથે બંધ થયા હતા.
શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. આજના વેપારમાં, બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. 323.80 લાખ કરોડ થઈ છે, જે અગાઉના સત્રમાં રૂ. 321.91 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.89 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
આજના વેપારમાં પાવર ગ્રીડ 1.97 ટકાના વધારા સાથે, કોટક મહિન્દ્રા 1.18 ટકાના વધારા સાથે, ટેક મહિન્દ્રા 1.15 ટકાના વધારા સાથે, આટીસી 1.06 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ટાટા મોટર્સ 1.54 ટકા, લાર્સન 1.15 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.71 ટકા, ટીસીએસ 0.49 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.