પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતાની ધરપકડ કરવામાં આવી

ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાની ધરપકડ

ચંદિગઢ

પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતાની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે પોલીસે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યની વહેલી સવારે તેમના ઘરેથી ધરકપડ કરવામાં આવી છે. 

પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી કરતા પંજાબ પોલીસે આજે સવારે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાની ધરપકડ કરી છે. કુલબીર સિંહ ઝીરા પર પોતાના સમર્થકો સાથે બીડીપીઓ ઓફિસમાં બળજબરીથી ઘૂસવા, સરકારી કામમાં વિક્ષેપ પાડવા અને ઓફિસની અંદર ધરણા કરવાનો આરોપ છે. પંજાબ પોલીસે આજે સવારે લગભગ 5 વાગ્યે તેના ઘરેથી ધરપકડ કરી હતી.

Total Visiters :127 Total: 1491471

By Admin

Leave a Reply