અમનદીપ, પ્રિયાંશુ ચૌધરી, યુવરાજસોની, હિતેશજેવા ક્રમાંકિત ખેલાડી એક્શનમાં જોવા મળશે
અમદાવાદ
એસ ટેનિસ એકેડમી ખાતે ૨૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી સ્પોટ્ર્સ ઓથૅોરિટી ઓફ ગુજરાતના (એસએજી)) સહયોગથી મેન્સ આઇટા પ્રાઈઝ મની ટેનિસ ટૂર્નામેન્ટ રમાશે. જેમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી ૧૫૦ કરતા વધારે ખેલાડીઓ ભાગ લઇ રહેશે જેમાં અમનદીપ, પ્રિયાંશુ ચૌધરી, યુવરાજ સોની, હિતેશ જેવા ક્રમાંકિત ખેલાડી રમશે. ગુજરાતના મોહિત બેન્દ્રે, વ્રજ ગોહિલ સહિત અન્ય કેટલાક ક્વોલિફાઇંગ રાઉન્ડ રમશે. ભારતભરમાં પાંચ ઇન્ડોર ક્લે કોર્ટ ધરાવતી પ્રથમ ટેનિસ એકેડેમી ખાતે ડિસેમ્બરમાં વિમેન્સ આઇટીએપ ૨.૫ લાખ રૂપિયાની પ્રાઇઝ મનીવાળી ટૂર્નામેન્ટ પણ યોજાશે. ગુજરાતમાં તાજેતરમાં સતત રમાતી વિવિધ ટેનિસ ટૂર્નામેન્ટના સંદર્ભમાં એસ ટેનિસ એકેડેમનીના ફાઉન્ડર પ્રમેશ મોદીએ જણાવ્યું હતું કે ઘરઆંગણે ટૂર્નામેન્ટ રમાવાના કારણે ગુજરાતના ખેલાડીઓને અન્ય રાજ્યોમાં તથા વિદેશમાં રમાતી કેટલીક ટૂર્નામેન્ટમાં રમવાનો ખર્ચ ઓછો થઇ જાય છે. ગુજરાતમાં ટૂર્નામેન્ટના આયોજન થવાથી ખેલાડીઓને વાર્ષિક લગભગ પાંચ લાખ કરતા વધારે થયો ખર્ચ ઓછો થઇ જાય છે. આ ઉપરાંત એકેડેમીમાં ક્લે કોર્ટ ઉપરાંત સિન્થેટિક કોર્ટ હોવાના કારણે પ્લેયર્સ બીજા કોઈ રાજ્ય કે વિદેશમાં આ પ્રકારના કોર્ટ ઉપર રમવાનું થાય તો તેઓ એકેડેમીમાં તૈયારી કરી શકે છે. એકેડેમીમાં ટ્રેનર, ફિઝિયો, વિવિધ કોચ તથા રહેવાની વ્યવસ્થા હોવાના કારણે ખેલાડીઓની સાથે તેમના માતા-પિતા પણ ટૂર્નામેન્ટ દરમિયાન રહી શકે છે. આ રીતે ગુજરાતમાં સ્પોટ્ર્સ ટૂરિઝમનો પણ વિકાસ થઇ રહ્યો છે.