ઈઝરાયેલ સામે હમાસે ઉત્તર કોરિયાના શસ્ત્રોનો ઉપયોગ કર્યો

Spread the love

એક વીડિયો અને ઈઝરાયેલ દ્વારા જપ્ત કરાયેલ હથિયારો પરથી ધ્યાને આવ્યું છે કે, ઉત્તર કોરિયાને ઈન્કાર કરવા છતાં તે હમાસને હથિયારો વેચે છે


જેરુસલેમ
ઈઝરાયેલ-હમાસ યુદ્ધના 14માં દિવસે પણ અમાનવીય સંઘર્ષ જોવા મળી રહ્યું છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોના મોત થયા છે. સૌથી વધુ ગાઝામાં 3500થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે હમાસને કોણ હથિયારો પુરા પાડી રહ્યું છે, તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હમાસ દ્વારા 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર કરાયેલા અચાનક હુમલામાં ઉત્તર કોરિયા ના હથિયારાનો ઉપયોગ કરાયો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એક વીડિયો અને ઈઝરાયેલ દ્વારા જપ્ત કરાયેલ હથિયારો પરથી ધ્યાને આવ્યું છે કે, ઉત્તર કોરિયાને ઈન્કાર કરવા છતાં તે હમાસને હથિયારો વેંચે છે.
મળતા અહેવાલો મુજબ ઉત્તર કોરિયાના 2 નિષ્ણાંતો દ્વારા વીડિયોનું વિશ્લેષણ કરાયું છે. યુદ્ધ દરમિયાન જપ્ત કરાયેલ હથિયારો અને દક્ષિણ કોરિયાના સૈન્ય ઈન્ટેલિજન્સ સાથેના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, હમાસે એફ-7 રૉકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેટનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, એફ7 રોકેટ ખભા પર રાખી છોડવામાં આવે છે અને તેનો ઉપયોગ વાહનોને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવે છે.
કન્સલ્ટન્સી આર્મમેન્ટ રિસર્ચ સર્વિસીસના નિદેશક તરીકે કામ કરતા અને હથિયારોના નિષ્ણાંત એન.આર.જેનજેન-જોન્સ દ્વારા દક્ષિણ કોરિયા અંગેનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ સીરિયા, ઈરાક, લેબનોન અને ગાઝા પટ્ટીમાં ઘર્ષણ દરમિયાન એફ-7નો ઉપયોગ કરવામાં આવે છે. જોન્સે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, ઉત્તર કોરિયા ઘણા વર્ષોથી પેલેસ્ટાઈની આતંકવાદી જૂથનો સમર્થક છે અને અગાઉના ઘર્ષણોમાં પણ ઉત્તર કોરિયાના હથિયારો મળી આવ્યા છે.
પ્યોંગયાગના હળવા હથિયારો વિશે લખનારા સ્મૉલ આર્મ્સ સર્વેના વરિષ્ઠ સંશોધનકર્તા મૈટ શ્રોઈડરે જણાવ્યું કે, હમાસે તાલીમ અંગેની તસવીરો જારી કરી છે, જેમાં ફાઈટર પ્લેનને એક હથિયાર સાથે દર્શાવાયું છે, તેના વારહેડ પર એક લાલ પટ્ટી પણ છે. ઉપરાંત તેની ડિઝાઈન પણ એફ7 જેવી દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે, ‘હમાસ પાસે ઉત્તર કોરિયાના હથિયારો હોવા કોઈ આશ્ચર્યની વાત નથી.’
ઉલ્લેખનિય છે કે, મંગળવારે મોડી રાત્રે ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટથી હુમલો થયો હતો, જેમાં 500 લોકોના મોત અને અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાને લઈ હમાસ અને ઈઝરાયેલ બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. બંને દેશોના યુદ્ધની વાત કરીએ તો અત્યાર સુધીમાં યુદ્ધમાં કુલ 5000થી વધુ લોકોના મોત થયા છે, તો સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉપરાંત લાખો લોકો બેઘર પણ થયા છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં ગાઝામાં 3500 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 13000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે વેસ્ટ બેંકમાં 61ના મોત, 1250 લોકો ઈજાગ્રસ્ત તેમજ ઈઝરાયેલમાં 1400 લોકોના મોત અને 4475 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Total Visiters :119 Total: 1343949

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *