વર્લ્ડ કપમાં વધુ વિકેટના કપિલ દેવના રેકોર્ડને તોડવાથી બુમરાહ 3 વિકેટ દૂર

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવના નામે વન-ડે વર્લ્ડ કપની 26 મેચની 25 ઇનિંગ્સમાં 28 વિકેટ છે

પૂણે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે વન-ડે વર્લ્ડ કપ 2023ની 17મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી મેચ રમાઈ. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એક માઈલસ્ટોન પોતાના નામે કરી શકે છે, જેનાથી તે માત્ર 3 વિકેટ દૂર છે. જસપ્રીત બુમરાહ વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયો બોલરોની લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે. બુમરાહના નામે હાલમાં વન-ડે વર્લ્ડ કપની 12 મેચમાં 26 વિકેટ છે. જો તે વધુ 3 વિકેટ લેશે તો તે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવને પાછળ છોડી દેશે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવના નામે વન-ડે વર્લ્ડ કપની 26 મેચની 25 ઇનિંગ્સમાં 28 વિકેટ છે. કપિલ દેવે આ વિકેટ વન-ડે વર્લ્ડ કપ 1979થી લઈને વન-ડે વર્લ્ડ કપ 1992 સુધી ઝડપી હતી. ઝહીર ખાન વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની લિસ્ટમાં ટોપ પર છે. ઝહીર ખાને 23 મેચની 23 ઇનિંગ્સમાં 44 વિકેટ ઝડપી છે. બુમરાહ ટૂંક સમયમાં જ આ લિસ્ટમાં ટોપ-5માં આવી જશે. બુમરાહે વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ ઝડપી છે. બુમરાહના નામે આ વન-ડે વર્લ્ડ કપની 3 મેચમાં 11.62ના સરેરાશથી 8 વિકેટ છે.

ભારત તરફથી વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સ

ઝહીર ખાન – 23 મેચની 23 ઇનિંગ્સમાં 15.79ના સરેરાશથી 44 વિકેટ

જવાગલ શ્રીનાથ – 34 મેચની 33 ઇનિંગ્સમાં 27.81ના સરેરાશથી 44 વિકેટ

મોહમ્મદ શમી – 11 મેચની 11 ઇનિંગ્સમાં 15.70ના સરેરાશથી 31 વિકેટ

અનિલ કુંબલે – 18 મેચની 18 ઇનિંગ્સમાં 22.83ના સરેરાશથી 31 વિકેટ

કપિલ દેવ – 26 મેચની 25 ઇનિંગ્સમાં 31.85બના સરેરાશથી 28 વિકેટ

જસપ્રીત બુમરાહ – 12 મેચની 12 ઇનિંગ્સમાં 17.84ના સરેરાશથી 26 વિકેટ

Total Visiters :114 Total: 987245

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *