સેન્સેક્સમાં 248 અને નિફ્ટીમાં 46 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

Spread the love

વિપ્રો, ટેક મહિન્દ્રા, યુપીએલ, સન ફાર્મા અને એનટીપીસી નિફ્ટીના ટોપ લૂઝર, બજાજ ઓટો, એલટૂઆઈમાઈન્ડટ્રી, નેસ્લે ઈન્ડિયા, હિરો મોટોકોર્પ અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ
મુંબઈ


શરૂઆતી ઘટાડા બાદ બજાર નિચેથી સુધર્યું હતું અને સેન્સેક્સ અને નિફ્ટી નિચેથી સુધરીને બંધ થયા હતા. મિડકેપ, સ્મોલકેપ ફ્લેટ બંધ થયા. ઓટો, એફએમસીજી શેરોમાં ખરીદારી હતી જ્યારે મેટલ, એનર્જી, રિયલ્ટી ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. ફાર્મા, બેન્કિંગ અને ઈન્ફ્રા શેર્સ પર દબાણ હતું.
વિપ્રો, ટેક મહિન્દ્રા, યુપીએલ, સન ફાર્મા અને એનટીપીસી નિફ્ટીના ટોપ લૂઝર હતા. બજાજ ઓટો, એલટૂઆઈમાઈન્ડટ્રી, નેસ્લે ઈન્ડિયા, હિરો મોટોકોર્પ અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 247.78 પોઈન્ટ્સ અથવા 0.38 ટકાના ઘટાડા સાથે 65,629.24 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 46.40 પોઈન્ટ અથવા 0.24 ટકાના ઘટાડા સાથે 19624.70 ના સ્તર પર બંધ થયો હતો.
ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે સવારે બજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. દિવસ દરમિયાન બજાર નીચલા સ્તરેથી રિકવર થયું હતું. પરંતુ બજાર બંધ થાય તે પહેલા પ્રોફિટ બુકિંગ ફરી વળ્યું હતું અને આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 248 પોઈન્ટના ઘટાડા સાથે 65,629 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 46 પોઈન્ટના ઘટાડા સાથે 19,624 પોઈન્ટ પર બંધ થયો હતો.
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા, એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. આજના કારોબારમાં મિડ-કેપ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શૅર્સમાંથી 8 શૅર લાભ સાથે અને 22 શૅર નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 17 શૅર તેજી સાથે અને 33 શૅર નુકસાન સાથે બંધ થયા હતા.
આજે પણ બજારમાં ઘટાડાથી શેરબજારના રોકાણકારોને નુકસાની વેઠવી પડી છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 320.91 લાખ કરોડ થયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 321.39 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ.48,000 કરોડનું નુકસાન થયું છે. શેરની મુવમેન્ટ પર નજર કરીએ તો બજાજ ઓટો 6.72 ટકા, નેસ્લે 3.74 ટકા, હીરો મોટોકોર્પ 3.57 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.90 ટકા, સિપ્લા 1.05 ટકા, ગ્રાસિમ 1.02 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે વિપ્રો 2.98 ટકા, ટેક મહિન્દ્રા 1.26 ટકા, યુપીએલ 1.13 ટકા, હિન્દાલ્કો 1.05 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

Total Visiters :95 Total: 1051868

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *