અચાનક પાછળથી એક યુવક આવીને યુવતી સાથે મિત્રતા કરવાનું કહે છે, આ પછી યુટ્યુબરે તેને ઘણી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યુવક પણ અડગ રહ્યો. બાદમાં તે ત્યાંથી નીકળી ગયો
નવી દિલ્હી
યુટ્યુબ પર કોકો ઈન ઈન્ડિયા નામથી પેજ ચલાવતી એક રશિયન યૂટ્યેબર સાથે ગેરવર્તણુકની ઘટના સામે આવી છે.આ ઘટના દિલ્હીના સરોજિની નગર માર્કેટમાં બની હતી.
આ ઘટના દિલ્હીના સરોજિની નગર માર્કેટમાં બની હતી. યુટ્યુબર દિલ્હીના સરોજીની માર્કેટમાં એક વીડિયો બનાવી રહી હતી, ત્યારે અચાનક પાછળથી એક યુવક આવીને યુવતી સાથે મિત્રતા કરવાનું કહે છે. આ પછી યુટ્યુબરે તેને ઘણી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યુવક પણ અડગ રહ્યો. બાદમાં તે ત્યાંથી નીકળી ગયો હતો. યુટ્યુબરે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેના પછી લોકો ખૂબ ગુસ્સે થયા છે. એટલું જ નહીં, ગેરવર્તણૂક કરનાર યુવક સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
યુટ્યુબરે આ ઘટનાનો વીડિયોને યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. યુટ્યુબરે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘તેને કોઈ ભારતીય મિત્ર જોઈતો ન હતો.’ હવે આ વીડિયોને 40 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો ગુસ્સે થયા છે અને ઘણા લોકોએ આવા વર્તન માટે માટે યુટ્યુબરની માફી પણ માંગી છે.
વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. લોકો છોકરા સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઘણા લોકોએ વ્યક્તિગત રીતે યુટ્યુબરની માફી પણ માંગી છે. એક યુઝરે લખ્યું, ‘આવા લોકોના કારણે જ અમારું નામ ખરાબ થાય છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આના પર વહેલી તકે કાર્યવાહી થવી જોઈએ.’