વિરાટની સદી માટે અમ્પાયરે વાઈડ બોલ ન આપ્યાની ચર્ચા

Spread the love

નવા નિયમ મુજબ બેટર સ્ટાઈ બદલી નાકે અને બોલ બહાર જતો હોય તો અમ્પાયર વાઈડ બોલ આપતા નથી

નવી દિલ્હી

ભારતે ગઈકાલે બાંગ્લાદેશ 7 વિકેટ જીત મેળવી હતી. આ મેચમાં કોહલીએ સદી ફટકારી હતી. જો કે મેચ દરમિયાન અમ્પાયરના એક નિર્ણયને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકોએ કોહલીની સદી માટે આ નિર્ણય આપ્યો છે તેવું કહી રહ્યા છે જ્યારે કેટલાક લોકો આ નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો અને આઈસીસીનો વાઈડ બોલનો નવો નિયમ શું છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ 2023ની 17મી મેચમાં વિરાટ કોહલીએ 97 બોલમાં 6 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ સદી  ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. જો કે કોહલીની આ સદી દરમિયાન અમ્પાયર રિચાર્ડ કેટલબરોના એક નિર્ણયની ક્રિકેટ ચાહકો તેમજ વિવેચકોમાં હાલ ચર્ચા થઈ રહી છે અને સોશ્યલ મીડિયા પર આ ટોપિક ખુબ જ ચર્ચાઈ રહ્યો છે. આ નિર્ણય અંગે બે મત સામે આવી રહ્યા છે જેમાં કેટલાક લોકો અમ્પાયરની ટીકા કરી રહ્યા છે જ્યારે કેટલાક લોકો અમ્પયારને સાચા કહી રહ્યા છે. 

આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે ભારતને જીતવા બે રનની જરુર હતી અને કોહલી સદીથી ત્રણ રન દૂર હતો. આ દરમિયાન નસુમ અહેમદે બોલને લેગ સાઈડ પર ફેંક્યો હતો અને વિકેટકિપરે તે બોલને ક્લેક્ટ કર્યો હતો. જો કે અમ્પાયરે આ બોલને વાઈડ આપ્યો ન હતો. આ કારણે અમ્પાયર રિચાર્ડ કેટલબરો પર સવાલો ઉઠી રહ્યા છે કે વિરાટની સદી માટે વાઈડ બોલ આપ્યો ન હતો. જો કે આ આઈસીસીએ ગયા વર્ષે કેટલાક નિયમો ફેરફારો કર્યા હતા જેમાં વાઈડ બોલનો પણ સમાવેશ થયો હતો. 

સામાન્ય રીતે લેગ સાઈડ પર વિકેટની બહારથી નીકળતા બોલને અમ્પાયર વાઈડ બોલ જાહેર કરતા હોય છે પણ આઈસીસીના નવા નિયમ મુજબ જો બેટ્સમેન બોલ ફેંક્યા પહેલા જ પોતાનો સ્ટાન્સ બદલી નાખે અને બોલ બેટ્સમેન પહેલા જ્યા ઉભો હતો ત્યાંથી પસાર થાય તો ફિલ્ડ અમ્પાયરને બેટ્સમેનની સ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય આપવનો હોય છે, ફ્કત વિકેટથી બોલના અંતરને ધ્યાનમાં રાખીને વાઈડ બોલ આપી શકાતો નથી. આઈસીસીના નિયમ 22.1માં સુધારો કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશની મેચમાં કોહલી પહેલા લેગ સ્ટમ્પની બહાર ઉભો હતો પરંતુ જ્યારે નસુમે બોલ ફેક્યો તે પહેલા જ કોહલી ઓફ સ્ટમ્પ તરફ પોતાની પોઝિશન ફેરવી હતી અને બોલ લેગ સાઈડમાંથી કીપર પાસે ગયો હતો. જો કોહલીએ પોતાની પોઝિશન ચેન્જ ન કરી હતો તો બોલ તેના પેડ સાથે અથડાયો હોત. આ સ્થિતિમાં અમ્પાયરે જે નિર્ણય લીધો તે યોગ્ય છે અને નવા નિયમ મુજબ તેમાં કઈપણ ખોટું થયું ન હતું.

Total Visiters :103 Total: 1045351

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *