ઈઝરાયેલની તેના નાગરિકોને તાત્કાલિક ઈજિપ્ત-જોર્ડનથી પાછા ફરવા સલાહ

Spread the love

ગાઝામાં ચાલુ સંઘર્ષથી વધતા ક્ષેત્રીય તણાવ વચ્ચે ઈજરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરીષદે એક તાત્કાલિક નિર્દેશ જારી કર્યો


ગાઝા
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધથી હવે ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા સેવાઈ રહી છે. આયુદ્ધ વચ્ચે દુનિયા બે ભાગમાં વહેંચાઈ રહી છે. અમેરિકાએ ખુલ્લેઆમ રશિયાનું સમર્થન કર્યું છે જ્યારે હમાસે રશિયાનો સંપર્ક કર્યો છે. આમ દુનિયા હમણા મહાયુદ્ધની કગાર પર ઊભી હોવાની આશંકા સેવાઈ રહી છે. હવે આ યુદ્ધમાં અનેક દેશો સીધા ઝંપલાવશે તેવા સંકેત મળ્યા છે. ગુપ્ત ઈનપુટ બાદ હવે બે આરબ દેશો ઈજિપ્ત અને જોર્ડને ઈઝરાયેલની ચિંતા વધારી દીધી છે. તેમની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે પોતાના નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યું છે. એક નિવેદનમાં પરિષદે એડવાઈઝરી જાહેર કરી કે, તેમના નાગરિકો ઈજિપ્ત અને જોર્ડનથી તાત્કાલિક પાછા ફરે.
હમાસ 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલી વિસ્તારોમાં મચાવેલા કત્લેઆમનું પરિણામ ભોગવી રહ્યુ છે. ઈઝરાયેલી સેના ગાઝા પટ્ટીમાં હમાસના 100થી વધુ ઠેકાણાને ખંડેર બનીવી ચૂકી છે. સ્થાનિક અહેવાલ પ્રમાણે ગાઝામાં 30% ભાગને ઈઝરાયેલી સેના આઈડીએફ તહસ-નહસ કરી ચૂકી છે અને હમાસના 9 મોટા લીડરોનો પણ સફાયો કરી નાખ્યો છે. ગાઝામાં મૃતકોનો આંકડો 3200થી વધુ પહોંચી ગયો છે. ગાઝા પટ્ટી પર ચાલું સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલે હુંકાર ભરી છે કે, જ્યાં સુધી હમાસને હંમેશા માટે ખતમ ન કરી દઈએ ત્યાં સુધી રાહતનો શ્વાસ ન લઈએ.
ગાઝામાં ચાલુ સંઘર્ષથી વધતા ક્ષેત્રીય તણાવ વચ્ચે ઈજરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરીષદે એક તાત્કાલિક નિર્દેશ જારી કર્યો છે. નિર્દેશમાં તેમણે પોતાના નાગરિકોને તાત્કાલિક ઈજિપ્ત અને જોર્ડન છોડવા માટે કહ્યું છે. ઈઝરાયેલને ગુપ્ત ઈનપુટ મળ્યા છે કે, આરબ દેશો ઈજિપ્ત અને જોર્ડનમાં તેમના નાગરિકો પર હુમલો થઈ શકે છે. તેને જ ધ્યાનમાં રાખીને આ નિર્દેશ જારી કર્યો છે.
ઈઝરાયેલ દ્વારા તાજેતરમાં લેબનીઝ સરહદ નજીકના એક મોટા શહેરને ખાલી કરાવવાથી ગાઝા પર સંભવિત ભૂમિ આક્રમણની ચિંતા વધી રહી છે. આ પગલાથી પ્રાદેશિક અસ્થિરતા ઉત્પન્ન થવાની શક્યતા છે. ઈઝરાયેલ ગાઝામાં હમાસને કોઈ પણ સંજોગોમાં છોડવા માટે તૈયાર નથી. પરંતુ આ દરમિયાન તે આરબ દેશોમાં રહેતા પોતાના નાગરિકોના જીવનો ડર પણ તેમને સતાવી રહ્યો છે. ઈઝરાયેલને ડર છે કે ગાઝા પરના હુમલાથી આરબ દેશોમાં રહેતા તેના નાગરિકો સાથે મોટા પાયે અનહોની થઈ શકે છે.
બીજી તરફ હમાસ વિરુદ્ધ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયેલને સાથ આપી રહ્યુ છે. ગાઝાની એક હોસ્પિટલમાં થયેલા હુમલા બાદ એક તરફ જ્યાં તમામ મુસ્લિમ દેશો તેના માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવી રહ્યા છે. જ્યારે બાજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઘટનાના આગામી દિવસે ઈઝરાયેલની મુલાકાત કરી અને નેતન્યાહૂનો સાથ આપતા તેના પાછળ ઈસ્લામિક જિહાદને જવાબદાર ઠેરવ્યુ હતું. આ હવાઈ હુમલામાં લગભગ 500 લોકો માર્યા ગયા હતા.

Total Visiters :113 Total: 1384609

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *