નેધરલેન્ડના સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ અને લોગન વાન બીકેની સાતમી વિકેટ માટે 130 રનની ભાગીદારી

Spread the love

આ બંને ખેલાડીઓએ 45 વર્ષ જૂનો કપિલ દેવ અને સૈયદ કિરમાનીનો રેકોર્ડ તોડી દીધો, કપિલ દેવ અને સૈયદ કિરમાનીએ વન-ડે વર્લ્ડ કપ 1983માં સાતમી વિકેટ માટે 126 રનની ભાગીદારી કરી હતી


નવી દિલ્હી
શ્રીલંકા અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાઈ રહેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની 19મી મેચમાં નેધરલેન્ડ્સના બેટ્સમેન સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ અને લોગન વાન બીકે સાથે મળીને ઈતિહાસ રચી દીધો છે. નેધરલેન્ડ્સના આ બંને બેટ્સમેનોએ સાથે મળીને 7મી વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી. આવું કરીને આ બંને ખેલાડીઓએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ અને લોગન વાન બીકે વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં સાતમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે. આવું કરીને આ બંને ખેલાડીઓએ 45 વર્ષ જૂનો કપિલ દેવ અને સૈયદ કિરમાનીનો રેકોર્ડ તોડી દીધો છે. કપિલ દેવ અને સૈયદ કિરમાનીએ વન-ડે વર્લ્ડ કપ 1983માં સાતમી વિકેટ માટે 126 રનની ભાગેદારી કરી હતી. નેધરલેન્ડ્સે પ્રથમ બેટિંગ કરતા 262 રન બનાવ્યા હતા. સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટે 70 રન જયારે લોગન વાન બીકે 59 રન બનાવ્યા હતા.
વન-ડે વર્લ્ડ કપમાં 7મી વિકેટ અથવા તેનાથી ઓછી વિકેટ માટે કરવામાં આવેલી સૌથી મોટી ભાગીદારી
130 – સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ, લોગાન વેન બીક (નધરલેન્ડ) વિરૂધ્ધ SL, લખનઉ, 2023

126* – કપિલ દેવ, સૈયદ કિરમાની (ભારત) વિરૂધ્ધ ઝિમ્બાબ્વે, ટનબ્રિજ વેલ્સ, 1983

117 – ઇયાન બુચરટ, ડેવ હ્યુટન (ઝિમ્બાવે) વિરૂધ્ધ ન્યૂઝિલેન્ડ, હૈદરાબાદ, 1987

116 – એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા (IND) વિરૂધ્ધ ન્યૂઝિલેન્ડ, માન્ચેસ્ટર, 2019

Total Visiters :132 Total: 1384272

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *