બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ કરતી બંગાળની ખાડીની મુખ્ય પ્રાદેશિક સંસ્થામાં નિમણૂક અંગે પાંડેએ મોદી-જયશંકરનો આભાર માન્યો
નવી દિલ્હી
બે ઓફ બંગાળ ઈનિશિએટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (બીઆઈએમએસટીઈસી)ના નવા મહાસચિવની આજે નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં પહેલી વખત કોઈ ભારતીયના ખભા પર જવાબદારી સોંપવામાં આવી છે. ઈન્દ્રમણિ પાંડેની બીઆઈએમએસટીઈસીના મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે ખુશી વ્યક્ત કરતા આ સમાચાર શેર કરતા કહ્યું કે, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ કરતી બંગાળની ખાડીની મુખ્ય પ્રાદેશિક સંસ્થા બીઆઈએમએસટીઈસીના મહાસચિવ તરીકે મારી નિમણૂકએ મારા માટે ખૂબ જ આનંદની વાત છે.
બીઆઈએમએસટીઈસીનું મુખ્યાલય ઢાકામાં છે. જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. નવી જવાબદારી મળવા પર, ઇદ્રમણિ પાંડેએ બીઆઈએમએસટીઈસીના મહાસચિવની પ્રતિષ્ઠિત અને પડકારજનક જવાબદારી સોંપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરનો આભાર વ્યક્ત કર્યો છે.