આ બંને મહિલાઓના મુક્ત થયા બાદ અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકનને કતરનો આભાર માન્યો
તેલઅવિવ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યુ છે. આજે આ યુદ્ધના બે અઠવાડિયા પૂરા થાય છે અને આ યુદ્ધનો ક્યારે અંત આવશે તે કંઈ નક્કી નથી. આ વચ્ચે હમાસે બે અઠવાડિયા પહેલા બંધક બનાવેલી બે અમેરિકી મહિલાઓને મુક્ત કરી દીધી છે. આ મહિલાઓ માતા-પુત્રી છે. આ બંને મહિલાઓના મુક્ત થયા બાદ અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકનને કતરનો આભાર માન્યો હતો. આ સાથે રાષ્ટ્રપતિ જો બાઈડેને આ મહિલાઓ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને પૂછ્યું હતું કે, તેમે ઠીક છો ને.
રાષ્ટ્રપતિ જો બાઈડેને મુક્ત કરવામાં આવેલી બંને મહિલાઓ સાથે ફોન પર વાત કર્યા બાદ એક્સ કર્યું. તેમણે કહ્યું કે, મેં હમણા જ મુક્ત કરવામાં આવેલી બે મહિલા નાગરિકો સાથે વાત કરી. મેં તેમને પૂછ્યું કે તમે ઠીક છો? અમેરિકન સરકાર તેcની સાથે છે. તેમણે કહ્યું કે, હું અને જીલ કરોડો અમેરિકનો સાથે હંમેશા ઊભા છીએ.
એક બાદ એક કરવામાં આવેલા ટ્વીટમાં રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે, મેં ઈઝરાયલના વડા પ્રધાન સાથે વાત કરી અને તેમને ફરીથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી છે. આ ઉપરાંત મેં તેમની સાથે ગાઝાને માનવતાવાદી સહાય પૂરી પાડવા વિશે પણ વાત કરી અને યુદ્ધ તેની મર્યાદામાં લડવાની વાત પણ ફરીથી કરી હતી અને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે પણ વાત કરી હતી.
રાષ્ટ્રપતિ બાઈડેને આ દરમિયાન યુરોપિયન યુનિયનના પ્રેસિડન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયલ-હમાસ યુદ્ધે અમેરિકા અને યુરોપને નજીક લાવી દીધા છે. આવી સ્થિતિમાં અમે એક સાથે ઊભા છીએ. બંને નેતાઓ અમેરિકા અને યુરોપિયન સંઘની બીજી સમિટના અવસર પર વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરી રહ્યા હતા.