‘ગગનયાન’ મિશન માટે ફાઈટર એરક્રાફ્ટ ઉડાડતી મહિલા વૈજ્ઞાનિકોને પ્રાથમિકતા અપાશે

Spread the love

ભવિષ્યમાં આવી મહિલાઓને સ્પેસ ફ્લાઈટમાં મોકલવી શક્ય બનશે

નવી દિલ્હી

શનિવારના રોજ ઈસરોએ ગગનયાન ક્રુ મોડ્યુલના સુરક્ષિત લેંડિંગ માટે ટીવી ડી-1 ની ફ્લાઇટનું પરિક્ષણ કર્યુ હતું, જેમા આગરામાં બનેલા 10 પેરાશૂટ  સિસ્ટમથી ક્રુ મોડ્યુલની ગતિને રોકવા માટે ચોક્કસ જગ્યા પર લેંડિંગ કરાવ્યું હતું. એવામાં ગઈકાલે ઈસરો ચીફ એસ. સોમનાથનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. એસ. સોમનાથે જણાવ્યું કે, ‘ગગનયાન’ મિશન માટે ફાઈટર એરક્રાફ્ટ ઉડાડતી મહિલા પાઈલટ અથવા મહિલા વૈજ્ઞાનિકોને પ્રાથમિકતા આપવામાં આવશે. ભવિષ્યમાં આવી મહિલાઓને સ્પેસ ફ્લાઈટમાં મોકલવી શક્ય બનશે. 

‘ગગનયાન’ મિશન વિશે માહિતી આપતા તેમને જણાવ્યું કે, ઈસરો આવતા વર્ષે તેના માનવરહિત અવકાશયાનમાં સ્ત્રી હ્યુમનૉઇડ મોકલશે. ઉપરાંત તેમણે માહિતી આપી કે, ઈસરોનો ધ્યેય ત્રણ દિવસીય ગગનયાન મિશન માટે 400 કિલોમીટરની લોઅર અર્થ ઓર્બિટમાં માનવોને અવકાશમાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે. વધુમાં તેમણે કહ્યું કે,  શરૂઆતમાં આઈએએફ ફાઇટર પાઇલોટ્સને ઉમેદવારીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. તેમણે મહિલાઓને પહેલા પ્રથમિકતા આપવા માટે જણાવ્યું કે. મારા મુજબ મહિલાઓ માટે વધુ શક્યતાઓ છે.  https://e75ba6e598c8ae522726ce240955ac1e.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html ઈસરોએ ગગનયાન કાર્યક્રમમાં રોકેટની મદદથી ત્રણ સદસ્યોને ત્રણ દિવસ માટે 400 કિલોમીટરની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે.  આ અવકાશ યાત્રીઓને પેરાશૂટ  સિસ્ટમ દ્વારા અંતરિક્ષમાંથી પરત આવનારા ક્રુ મોડ્યુલની સુરક્ષિત લેંડિંગ કરાવવાનું રહેશે. ગગનયાનને એવી રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે કે આ કોઈપણ પ્રકારની આપત્તિ જનક સ્થિતિમાં અંતરિક્ષ યાત્રિઓને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવી શકે છે. પેરાશૂટ અવકાશમાંથી પાછા ફરતા ક્રૂ મોડ્યુલની હિલચાલને રોકવા માટે બ્રેકિંગ સિસ્ટમ તરીકે કામ કરશે.

Total Visiters :52 Total: 1041236

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *