ઈઝરાયલે હવે ગ્રાઉન્ડ ઓપરેશનની પણ તૈયારી કરી રાખી છે, ઈઝરાયલી સૈન્યએ 24 કલાકમાં પેલેસ્ટાઈનના લગભગ 320 ઠેકાણે હુમલા કર્યા
જેરૂસલેમ
ઈઝરાયલે ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હુમલા વધારી દીધા છે. એક દિવસમાં 320 જગ્યાએ બોમ્બમારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ઈરાને ઈઝરાયલને ચેતવણી આપી છે કે તે ગાઝા પર હુમલા બંધ કરી દે નહીંતર એટલી હદે હિંસા ભડકશે કે મિડલ ઈસ્ટ આઉટ ઓફ કન્ટ્રોલ થઈ જશે.
માહિતી અનુસાર ઈઝરાયલે હવે ગ્રાઉન્ડ ઓપરેશનની પણ તૈયારી કરી રાખી છે. ગાઝાની સરહદે તેની સેના એકજૂટ છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ જનરલો અને યુદ્ધ કેબિનેટની બેઠક કરશે. ઈઝરાયલી સૈન્યએ 24 કલાકમાં પેલેસ્ટાઈનના લગભગ 320 ઠેકાણે હુમલા કર્યા હતા.
ઈરાને પણ ધમકી આપી છે કે ઈઝરાયલે જો ગાઝા પર હુમલા બંધ નહીં કર્યા તો મધ્યપૂર્વ આઉટ ઓફ કન્ટ્રોલ થઈ જશે. ઈરાનના રાજદ્વારી હોસેન અમીર અબ્દુલ્લાહિયાને કહ્યું કે અમેરિકા અને ઈઝરાયલે ગાઝામાં તાત્કાલિક ધોરણે નરસંહાર અટકાવવો જોઈએ નહીંતર આ ક્ષેત્ર નિયંત્રણ બહાર થઈ જશે.