પાક. સામે વિજય બાદ અફઘાનના સ્પિનર રાશિદે ઈરફાન સાથે ડાન્સ કર્યો

Spread the love

સ્ટેડિયમથી હોટલ તરફ જતી વખતે અફઘાનિસ્તાનના ખેલાડીઓ બસમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા


નવી દિલ્હી
અફઘાનિસ્તાનની ટીમે ગઈકાલે પાકિસ્તાનની ટીમને 8 વિકેટથી હરાવ્યું હતું. આ જીત પછી અફઘાનિસ્તાનના ખેલાડીઓએ મેદાનથી લઈને બસ સુધી પાકિસ્તાન સામે મળેલી જીતની ઉજવણી કરી હતી. અફઘાનિસ્તાન ટીમના સ્ટાર સ્પિનર રાશિદ ખાને ઇરફાન પઠાન સાથે મેદાનમાં ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાન સામેની જીત બાદ સ્ટેડિયમથી હોટલ તરફ જતી વખતે અફઘાનિસ્તાનના ખેલાડીઓ બસમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં પણ આ જીતની ઉજવણી કરી હતી, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
ક્રિકેટ જગતમાં ભારત પછી અફઘાનિસ્તાન પાકિસ્તાનની કટ્ટર હરીફ છે. જ્યારે પણ બંને ટીમો વચ્ચે મેચ થાય છે ત્યારે દર્શકો સાથે ખેલાડીઓમાં પણ ઉત્સુકતા અને જુસ્સો ચરમસીમાએ પહોંચી જાય છે. છેલ્લા ઘણા વર્ષોમાં બંને ટીમો વચ્ચે ઘણી મેચો થઈ છે. એવું કહેવું ખોટું નહીં હોય કે અફઘાનિસ્તાનની ટીમ ઘણી વખત પાકિસ્તાન સામે જીતેલી મેચ હારી ચૂકી છે, પરંતુ વન-ડે વર્લ્ડ કપ2023માં ગઈકાલે આવું ન થયું. આ વખતે અફઘાનિસ્તાને તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું. જે પછી અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પાકિસ્તાન સામેની જીતની ઉજવણી કરી હતી.
ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા અફઘાનિસ્તાનની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝાદરાન વચ્ચે 130 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. ગુરબાઝ 65 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ઝાદરાન હસન હલીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને રહમત શાહે ટીમની કમાન સંભાળી. બંને ખેલાડીઓ વચ્ચે 96 રનની ભાગીદારી થઇ હતી. શાહે 77 રન બનાવ્યા જયારે શાહિદીએ 48 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓ અફઘાનિસ્તાનને જીત અપાવી અણનમ પરત ફર્યા હતા.

Total Visiters :93 Total: 1041087

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *