લાઈક્સની કુટેવ બદલ ફેસબુક-ઈન્સ્ટા સામે યુએસના 33 રાજ્યોએ કેસ દાખલ કર્યો

Spread the love

માર્ક ઝુકરબર્ગની માલિકી હેઠળની આ કંપની સામે કેલિફોર્નિયાની કોર્ટમાં કેસ દાખલ કરનારાઓમાં કેલિફોર્નિયા, ન્યુયોર્ક, કોલારાડો જેવા રાજ્યો પણ સામેલ


વોશિંગ્ટન

લાઈક્સની કુટેવ પાડી બાળકો અને કિશોરોનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ કરવાના આરોપ હેઠળ મેટા પ્લેટફોર્મ તથા તેના હેઠળ આવતા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સામે અમેરિકાના લગભગ 33 રાજ્યોએ કેસ દાખલ કર્યો છે.   

અહેવાલ અનુસાર માર્ક ઝુકરબર્ગની માલિકી હેઠળની આ કંપની સામે કેલિફોર્નિયાની ઉત્તર જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કરનારાઓમાં કેલિફોર્નિયા, ન્યુયોર્ક, કોલારાડો જેવા રાજ્યો પણ સામેલ છે. આરોપ છે કે તેણે જાણીજોઈને એવા ફીચર્સ તૈયાર કર્યા છે જેનાથી બાળકોને લાઈક્સની કુટેવ પડે. તેનાથી તેમનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. 

આ મામલે જુદા જુદા રાજ્યોના એટોર્ની જનરલના નેતૃત્વમાં તપાસ કરાયા બાદ દાખલ કરાયો હતો. કેસમાં એવું પણ કહેવાયું છે કે કંપની 13 વર્ષથી નાની વયના બાળકોનો ડેટા તેમના માતા-પિતાની પરવાનગી વિના એકઠું કરી રહી છે. 

ન્યુયોર્કના એટોર્ની જનરલ લેટિશિયા જેમ્સનું કહેવું છે કે મેટાએ બાળકોની પીડાથી નફો રળ્યો છે. તેના ખતરાથી પ્રજાને ગેરમાર્ગે દોરી છે. આ મામલે વધુ 9 એટોર્ની જનરલ કેસ દાખલ કરવાના છે જેનાથી આવા રાજ્યોની કુલ સંખ્યા 42 થઈ જશે. જોકે મેટાએ દાવો કર્યો છે કે તેનું પ્લેટફોર્મ સુરક્ષિત છે. આ નિરાશાજનક છે કે રાજ્યોએ તેની સાથે કામ કરવાની જગ્યાએ આ વિકલ્પ અપનાવ્યો છે. 

મેટા સામે દાખલ કેસ કેસ એ અહેવાલની પુષ્ટી કરી છે જેમાં દાવો કરાયો હતો કે ઈન્સ્ટાગ્રામ કિશોરોને નુકસાન પહોંચાડી શકે છે. એક સંશોધનમાં દાવો કરાયો હતો કે ઈન્સ્ટાગ્રામે 13.5 ટકા કિશોરીઓમાં આપઘાતના વિચારને વધારી દીધો છે કેમ કે કિશોરીઓના મનમાં તેમના શરીરની છબિને લઈને ગંભીર ચિંતાઓ પેદા કરી છે. 

Total Visiters :99 Total: 986972

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *