ભારતે હમાસને આતંકી સંગઠન જાહેર કરવાનો સમય આવી ગયો છે

Spread the love

અમેરિકા અને કેનેડાની જેમ ભારત પણ હમાસને આતંકી સંગઠન જાહેર કરવા ઈઝરાયેલનો ભારતને આગ્રહ


નવી દિલ્હી
ભારત સ્થિત ઈઝરાયેલને રાજદૂત નાઓર ગિલોને કહ્યુ છે કે, હવે સમય આવી ગયો છે કે, ભારત દ્વારા હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે.
ઈઝરાયેલી રાજદૂતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, હમાસ સામેના આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ઈઝરાયેલનુ સમર્થન કરવા બદલ અમે ભારતનો આભાર માનીએ છે. ઈઝરાયેલે સાત ઓક્ટોબરે હમાસે કરેલા બર્બરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ ભારતને આગ્રહ કર્યો છે કે, અમેરિકા અને કેનેડાની જેમ ભારત પણ હમાસને આતંકી સંગઠન જાહેર કરે. આ મુદ્દો અમે ભારત સમક્ષ પહેલા પણ ઉઠાવી ચુકયા છે.
ગિલોને કહ્યુ હતુ કે, દુનિયાના મોટા અને મહત્વના દેશો ઈઝરાયેલની પડખે છે તે મહત્વની વાત છે. કેનેડા, અમેરિકા, યુરોપિયન યુનિયનની જેમ હવે ભારતે પણ હમાસને આતંકી સંગઠન જાહેર કરવુ જોઈએ. ઈઝરાયેલ પરના આતંકી હુમલાની સૌથી પહેલા નિંદા કરનારા દેશોમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી સામેલ હતા.
તેમણે કહ્યુ હતુ કે, ઈઝરાયેલ પોતાનુ અસ્તિત્વ બચાવવા માટે હમાસને ખતમ કરવા માટે કટિબ્ધ્ધ છે. જોકે હાલમાં જે જંગ ચાલી રહ્યો છે તેની અસર ઈઝરાયેલની આર્થિક ક્ષમતા પર નહીં પડે. ઈઝરાયેલનુ ભવિષ્ય ઉજ્જવલ છે. આખરે તો વિકાસના રસ્તા પર અમે આગળ વધતા રહીશું. પણ તેના પહેલા જરુરી છે કે, તમામ ખતરાઓ સાથે કામ પાર પાડવામાં આવે. એ પછી સ્થિતિ સામાન્ય થઈ શકે છે.

Total Visiters :135 Total: 1366838

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *