મેક્સિકો કિનારે ‘ઓટિસ’ વાવાઝોડું 230 કિમી ઝડપે અથડાતાં ભારે તારાજી

Spread the love

મેક્સિકોના અકાપુલ્કો પાસે ‘ઓટિસ’ ચક્રવાત ટકરાયું હતું જ્યાં 10 લાખ લોકો રહે છે


મેક્સિકો
પેસિફિક મહાસાગરના કિનારે સ્થિત મેક્સિકોમાં ગઈકાલે કુદરતનો કહેર જોવા મળ્યો હતો. મેક્સિકો કિનારે ‘ઓટિસ’ વાવાઝોડું 230 કિમી પ્રતિ કલાકની ઝડપે અથડાયું હતું. જોરદાર પવન અને વરસાદના લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાય હતી. આ વાવાઝોડાએ લોકોના ઘર, વાહનો, સ્ટ્રીટ લાઈટ, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ભારે નુકશાન પહોંચાડ્યું હતું.
મળતી માહિતી મુજબ આ વાવાઝોડું ખૂબ શક્તિશાળી હોવાથી મેક્સિકોમાં ચારેકોર વિનાશ વેર્યો હતો. મેક્સીકન સરકારના જણાવ્યા પ્રમાણે વર્ષ 1950 પછીનું આ સૌથી ભયંકર વાવાઝોડું સાબિત થયું છે. તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સતાધીશો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, આ વાવાઝોડું એટલું ખતરનાક હતું તેનાથી બચવા માટે તૈયારી કરવાનો પણ સમય મળ્યો ન હતો કારણ કે ચક્રવાત તેના ઉદ્ભવના 12 કલાકની અંદર દરિયાકાંઠેના વિસ્તારમાં અથડાયું હતું.
મેક્સિકોની સિવિલ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, હજુ સુધી લોકોને કેટલું નુકસાન થયું તે અંગે કોઈ આંકડો સામે આવ્યો નથી. છેલ્લા 12 કલાકમાં તેની એવરેજ સ્પીડ 215 કિમી પ્રતિ કલાકથી 130 કિમી પ્રતિ કલાક થઈ હતી અને હવે તેની સ્પીડ 45 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે, પરંતુ આ બધાની વચ્ચે તેણે અન્ય જગ્યાએ ઘણું નુકસાન કર્યું છે.
મેક્સિકોના અકાપુલ્કો પાસે ‘ઓટિસ’ ચક્રવાત ટકરાયું હતું જ્યાં 10 લાખ લોકો રહે છે. મેક્સિકોનું આ એક મોટું પર્યટન સ્થળ છે જે આ વાવાઝોડાના ઝપેટમાં આવતા બરબાદ થઈ ગયું છે. મેક્સિકોના રાષ્ટ્રપતિએ મીડિયાને કહ્યું છે કે, આ ચક્રવાત જે વિસ્તારોમાંથી પસાર થયું છે તેને જોડવાના અમે પ્રયાસો કરી રહ્યા છીએ.

Total Visiters :114 Total: 1366322

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *