2040 સુધી દેશના ઘણા શહેરોમાં ગરમી ચારથી દસ ગણી વધી શકે છે

Spread the love

ડીએસટીના મહામના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન ક્લાયમેન્ટ ચેન્જ રીસર્ચના વિશ્લેષણમાં આ ભવિષ્યવાણી કરાઈ, 1961થી 2021 વચ્ચે ભારતમાં હીટવેવના સમયગાળામાં આશરે અઢી દિવસનો વધારો થયો


નવી દિલ્હી
ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી વિકસી રહેલ વિશ્વ સાથે વધી રહેલ કાર્બન ઉત્સર્જન કારણે ગ્લોબલ વોર્મિંગ ધરતીના વાતાવરણ માટે સૌથી મોટો ખતરો બનીને ઉભરી આવ્યું છે. જો આ રીતે જ કાર્બન ઉત્સર્જન થતું રહેશે તો તે ધરતીને ધધકતી ભઠ્ઠીમાં ફેરવી દેશે જેથી માણસો માટે જીવવું અઘરું થઇ જશે.
વિશ્વની સાથે સાથે તેની પ્રતિકુળ અસર ભારતમાં પણ વ્યાપકપણે થશે. ડીએસટીના મહામના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન ક્લાયમેન્ટ ચેન્જ રીસર્ચના વિશ્લેષણમાં આ ભવિષ્યવાણી કરાઈ છે કે 2040 સુધી દેશના ઘણા શહેરોમાં ગરમી ચારથી દસ ગણી વધી શકે છે. આ અભ્યાસના રીપોર્ટમાં દાવો કરાયો છે કે 2040 સુધી ગ્લોબલ વોર્મિંગ હેઠળ કાર્બન ઉત્સર્જન પર લગામ લગાવવાના સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેમ છતાં ચારથી સાત ગણી ગરમી વધશે અને આ પ્રયત્નો નિષ્ફળ રહ્યા તો ગરમી પાંચથી દસ ગણી વધી શકે છે. જાણકારી અનુસાર 1961થી 2021 વચ્ચે ભારતમાં હીટવેવના સમયગાળામાં આશરે અઢી દિવસનો વધારો થયો છે.
મહત્વની વાત તે છે કે આ રીપોર્ટ ભારતના હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિકોએ દેશના વિવિધ હિસ્સોમાં જળવાયુ પરિવર્તન અને તેની અસર પર કરવામાં આવેલ અભ્યાસ પરના રિપોર્ટ સાથે મેળ ખાય છે. એક રીપોર્ટ અનુસાર રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2060 સુધી ભારતના શહેરોમાં હીટ વેવના સમયગાળામાં વધારો થશે અને આ વધારો બારથી અઢાર દિવસનો હોઈ શકે છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારતમાં 30 દિવસના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ચાર વખત હિટ વેવ આવી શકે છે જે હીટ સ્ટ્રોકનું કારણ બનશે.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે આવા નક્કર ડેટા ભવિષ્યમાં ભારતીય શહેરોમાં વધતી ગરમીને રોકવા માટેના પગલાં લેવામાં મદદરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે આના પર કામ ચાલી રહ્યું છે અને કેન્દ્ર સરકારે તમામ શહેરો માટે હીટ એક્શન પ્લાન બનાવવાનું શરૂ કર્યું છે. એવા શહેરોની ઓળખ કરવામાં આવી રહી છે જ્યાં ગરમીનું મોજું આવવાની સંભાવના છે જેથી લોકો માટે સલામતીના પગલાં લઈ શકાય.
સ્કાયમેટ વેધર સર્વિસિસના હવામાનશાસ્ત્ર અને આબોહવા પરિવર્તનના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પાલાવત કહે છે કે હવામાન પરિવર્તનની અસરો લાંબા સમયથી દેખાઈ રહી છે. દર વર્ષે રેકોર્ડ ગરમી નોંધાઈ રહી છે. આવનારા દિવસોમાં આમાં ચોક્કસપણે વધારો થશે અને ઘણી ચિંતાજનક સ્થિતિ ઊભી થશે.

Total Visiters :94 Total: 1045412

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *