ગ્રાહકોની ફરિયાદોનું 30 દિવસની અંદર સમાધાન જરૂરી, નહીં તો રોજના 100 રુપિયા દંડ

Spread the love

આરબીઆઈ ક્રેડિટ ઇન્સ્ટિટ્યૂશન્સ અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને ક્રેડિટ ઇન્ફોર્મેશન અપડેટ અને કરેક્શન માટે વળતર ફ્રેમવર્ક રજુ કરવા નિર્દેશ આપ્યા


નવી દિલ્હી
ભારતીય રીઝર્વ બેન્કે ધિરાણકર્તાઓ, નાણાકીય સંસ્થાઓ અને ક્રેડિટ બ્યુરોને કહ્યું છે કે તેમને ગ્રાહકોની ફરિયાદોનું 30 દિવસની અંદર સમાધાન લાવવું પડશે. જો આમ નહિ કરવામાં આવે તો રોજ 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. આરબીઆઈ ક્રેડિટ ઇન્સ્ટિટ્યૂશન્સ (સીઆઈ)અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને (સીઆઈસી) ક્રેડિટ ઇન્ફોર્મેશન અપડેટ અને કરેક્શન માટે વળતર ફ્રેમવર્ક અજુ કરવા નિર્દેશ આપ્યા છે. આરબીઆઈએ તેને 6 મહિનામાં તૈયાર કરવા કહ્યું છે.
સીઆઈએ 21 દિવસની અંદર સીઆઈસી અપડેટ કરેલી ક્રેડિટ ઇન્ફોર્મેશન સબમિટ કરી હોય તો પણ 30 દિવસમાં ફરિયાદનું નિરાકરણ ન લાવતા દરરોજના 100 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. સીઆઈસી ઉધાર લેનારાઓ, કોર્પોરેટ અને નાના વ્યવસાયોની ક્રેડિટ માહિતી સાચવી રાખે છે અને બેંકો તેને લોન આપતા સમયે અથવા જ્યારે જરૂર પડે ત્યારે ઍક્સેસ કરી શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સીઆઈસી તરફથી લોન લેનારાઓની સ્થિતિ અપડેટ ન કરવા અંગે ઘણી ફરિયાદો મળી હતી. આ પછી આરબીઆઈએ વળતરનું સ્ટ્રક્ચર તૈયાર કરવાનું કહ્યું છે. ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે ડિફોલ્ટ સ્થિતિમાં સુધારો કર્યા પછી પણ, સીઆઈસી એ સમયસર માહિતી અપડેટ કરી નથી, જેના કારણે ઘણા ગ્રાહકોને લોન અથવા ક્રેડિટ કાર્ડ મળી શક્યા નથી. આરબીઆઈએ કહ્યું છે કે સીઆઈસીએ વર્ષમાં એકવાર ક્રેડિટ સ્કોર સહિત ફ્રી ક્રેડિટ રિપોર્ટની ઍક્સેસ આપવી જોઈએ. ઉપરાંત, ક્રેડિટ સંબંધિત માહિતી ઈમેલ અને મેસેજ દ્વારા પણ આપવી જોઈએ, જેથી ક્રેડિટની માહિતી સરળતાથી મળી શકે.
જૂન મહિનામાં આરબીઆઈએ ધિરાણકર્તાઓ તરફથી ફરિયાદો મળ્યાના 30 દિવસની અંદર ખોટો, અધૂરો ડેટા આપવા અને ક્રેડિટ માહિતી અપડેટ ન કરવા બદલ ચાર સીઆઈસી પર 1.01 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ટ્રાન્સયુનિયન સિબિલ લિમિટેડ પર રૂ. 26 લાખ, એક્સપિરિયન ક્રેડિટ ઇન્ફર્મેશન કંપની ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ઇક્વિફેક્સ ક્રેડિટ ઇન્ફર્મેશન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પર રૂ. 24.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બીજી તરફ, આરબીઆઈIએ સીઆરઆઈએફ હાઈ માર્ક ક્રેડિટ ઈન્ફોર્મેશન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પર 25.75 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.

Total Visiters :101 Total: 1010405

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *