ભારત મોબાઈલ ફોનમાં ઈમ્પોર્ટર હતું આજે એક્સપોર્ટર બની ગયુઃ મોદી

Spread the love

મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું કે જૂની સરકાર એક સમયે હેંગ મોડમાં જતી રહી હતી, હવે હવે આપણે 6જી તરફ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ


નવી દિલ્હી
દિલ્હીમાં વડાપ્રધાન મોદી એ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના 7મા સંસ્કરણ દરમિયાન દેશભરની પસંદગીની સંસ્થાનોમાં 100 નવી 5જી લેબનું ઉદઘાટન કર્યું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આવનારું ભવિષ્ય એકદમ અલગ હશે.
દેશમાં 5જીનું વિસ્તરણ થઈ રહ્યું છે. મોબાઈલ બ્રોડબેન્ડ સ્પીડમાં આપણે નંબર 43 પર છીએ. 4જીનું પણ શ્રેષ્ઠ રીતે વિસ્તરણ થયું હતું અને હવે આપણે 6જી તરફ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. સાથે જ પીએમ મોદીએ આ દરમિયાન કોંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું કે જૂની સરકાર એક સમયે હેંગ મોડમાં જતી રહી હતી… ત્યારે લોકોએ તેને બદલી. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી અને આદિત્ય બિરલા પણ હાજર હતા.
કોંગ્રેસ પર કટાક્ષ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આપણે દુનિયાની ટોચની 3 સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાંથી એક બન્યા છે. યુનિકોર્નના ક્ષેત્રમાં સેન્ચુરી ફટકારી છે. 2014માં આપણી પાસે… જાણો છો ને કેમ કહી રહ્યો છો? આ તારીખ નહીં પણ પરિવર્તન છે. 2014 પહેલા ભારત પાસે 100 સ્ટાર્ટઅપથી હવે તે 1 લાખને વટાવી ગયો છે. જો તમે 10-12 વર્ષ જૂના સમય વિશે વિચારશો તો યાદ આવશે કે ત્યારે આઉટડેટેડ મોબાઈલ ફોનની સ્ક્રિન વારંવાર હેંગ થઈ જતી હતી. આવી જ સ્થિતિ તે દેશની વર્તમાન સરકારની પણ જોવા મળતી હતી. તે હેંગ મોડમાં હતી. એવામાં 2014માં લોકોએ તેને છોડી દીધી અને અમને સેવાની તક આપી. આ પરિવર્તનથી શું થયું તે અમારે કહેવાની જરૂર નથી. પહેલાં આપણે મોબાઈલ ફોનમાં ઈમ્પોર્ટર હતા, આજે આપણે એક્સપોર્ટર બની ગયા છે.

Total Visiters :132 Total: 1343922

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *