દ.આફ્રિકા સામેની હાર બાદ પાક.નો પેસ બોલર શાહિન આફ્રિદી રડી પડ્યો

Spread the love

શાહીન આફ્રિદીએ 10 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ ઝડપી હતી


ચેન્નાઈ
સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાન માટે જીતવું ખુબ જ જરૂરી હતું, પરંતુ એવું થયું નહીં. સાઉથ આફ્રિકાની ટીમે આ રોમાંચક મેચમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું. મેચ હાર્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓ ખુબ જ નિરાશ થઇ ગયા હતા. આ દરમિયાન શાહીન આફ્રિદીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાન ટીમનો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી રડી રહ્યો છે અને તેના પાસે બેઠેલો અન્ય પાકિસ્તાની ટીમનો એક સભ્ય તેને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ શાહીન આફ્રિદી પોતાના આંસુ રોકી શક્યો નહીં. શાહીને સાઉથ આફ્રિકા સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પાકિસ્તાનને જીતાવવાનો ખુબ પ્રયાસ કર્યો હતો પરંતુ તે ટીમને જીતાવવામાં અસફળ રહ્યો અને સાઉથ આફ્રિકાએ મેચ 1 વિકેટથી જીતી લીધી હતી.
પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા 46.4 ઓવરમાં 270 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને સઉદ શકીલે ફિફ્ટી ફટકારી હતી. સાઉથ આફ્રિકાની ટીમે 48.2 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. આ મેચમાં શાહીન આફ્રિદીએ તેની 10 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

Total Visiters :116 Total: 1041125

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *