એક કારમાંથી ઓઈલ લીક થવાને કારણે અમુક કારો વચ્ચે ટક્કર થતાં અનુસાર અનેક વાહનો આગની લપેટમાં આવી ગયા
બેહેરા
ઈજિપ્તમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઈજિપ્તના બેહેરામાં અનેક વાહનો પરસ્પર અથડાયા હતા અને આગની લપેટમાં આવી ગયા હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં લગભગ 28થી વધુ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે દુર્ઘટનામાં ઘાયલોની સંખ્યા 60થી વધુ હોવાની જણાવાઈ રહી છે.
માહિતી અનુસાર બેહેરા પ્રાંતથી લગભગ 132 કિલોમીટર દૂર અનેક વાહનો પરસ્પર અથડાઈ ગયા હતા. જ્યારે એક કારમાંથી ઓઈલ લીક થવાને કારણે અમુક કારો વચ્ચે ટક્કર થઈ ગઈ હતી. અહેવાલ અનુસાર અનેક વાહનો આગની લપેટમાં આવી ગયા હતા.
Total Visiters :180 Total: 1384622