હમાસે તેના સંગઠનનું મુખ્ય બેઝ ગાઝાની શિફા હોસ્પિટલને બનાવી છે

Spread the love

હમાસ પાસે શિફા જેવા ઘણા ઓપરેશન બેઝ છે, શિફા ગાઝા પટ્ટીનું સૌથી મોટી હોસ્પિટલ છે, જેનો ઉપયોગ આતંકવાદી સંગઠનના નેતાઓ દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ હુમલા પ્લાન કરવા માટે થાય છે


જેરૂસલેમ
ઈઝરાયેલે શુક્રવારે જાણકારી આપતા કહ્યું હતું કે હમાસે તેના આતંકવાદી સંગઠનના સંચાલનનું મુખ્ય બેઝ ગાઝાની શિફા હોસ્પિટલને બનાવી છે. આ આતંકવાદી સંગઠનની આતંકી ક્રિયાઓના વિઝ્યુઅલ અને ઇન્ટરસેપ્ટેડ ઓડિયો ઈઝરાયેલને મળ્યા છે.
ઇન્ટરનેશનલ મીડિયા આઉટલેટના પત્રકારો માટે બ્રીફિંગમાં આઈડીએફના રીયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે હમાસ પાસે શિફા જેવા ઘણા ઓપરેશન બેઝ છે. શિફા ગાઝા પટ્ટીનું સૌથી મોટી હોસ્પિટલ છે, જેનો ઉપયોગ આતંકવાદી સંગઠનના નેતાઓ દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ હુમલા પ્લાન કરવા માટે થાય છે. તેમજ તેમને કહ્યું કે હોસ્પિટલની બહારથી ભૂગર્ભ બેઝ સુધી લઈ જતી ઘણી સુરંગો છે જેથી હમાસના અધિકારીઓને હોસ્પિટલમાં પહોંચવા માટે અંદર સુધી જવાની જરૂર ન પડે. અત્યારે આતંકવાદીઓ શિફા હોસ્પિટલ અને ગાઝાની અન્ય હોસ્પિટલોમાં મુક્તપણે ફરે છે.
ઇઝરાયેલ પાસે આ બાબતના પુરાવાઓ પણ છે કે 7 ઓક્ટોબરે હુમલા બાદ આતંકવાદીઓ છુપવા માટે હોસ્પિટલમાં ઘુસ્યા હતા. આતંકવાદીઓએ લગભગ 1400 લોકોની હત્યા અને ગાઝા પટ્ટીના 220થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા.હોસ્પિટલના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ હમાસ માટે ભૂગર્ભ બેઝ તરીકે કરવામાં આવે છે. હમાસ દ્વારા હોસ્પિટલના આવા ઉપયોગ અંગેની માહિતી ડિરેક્ટોરેટ ઓફ મિલિટરી ઇન્ટેલિજન્સ અને શિન બેટ સિક્યુરિટી એજન્સી દ્વારા એકઠી કરવામાં આવેલ ઈન્ટેલીજન્સ ઇન્ફોર્મેશન પર આધારિત છે.
બીજી તરફ, હમાસના રાજકીય બ્યુરોના વરિષ્ઠ સભ્ય ઇઝ્ઝત અલ-રિશ્કે કહ્યું કે ઇઝરાયેલી સેનાના આરોપો પાયાવિહોણા છે. ઈઝરાયલી સેનાના પ્રવક્તાએ જે કહ્યું તેમાં કોઈ સત્યતા નથી.

Total Visiters :134 Total: 1051673

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *