આંદોલનકારીઓએ બીડમાં એનસીપીના ધારાસભ્યના ઘરને આગ લગાવી

Spread the love

ડેપ્યુટી સીએમ અજિત પવારના સમર્થક અને તેમના જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરે દેખાવકારોએ પથ્થરમારો કરી દીધો


મુંબઈ
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો ગરમાયો છે. તેની લપેટમાં હવે ધારાસભ્ય પણ આવી ગયા છે. અહેવાલ અનુસાર મરાઠા અનામતના આંદોલનકારીઓએ બીડ જિલ્લામાં સ્થિત એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસને આગચાંપી દીધી હતી.
માહિતી અનુસાર ડેપ્યુટી સીએમ અજિત પવારના સમર્થક અને તેમના જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરે દેખાવકારોએ પથ્થરમારો કરી દીધો હતો. તેના પછી તેમણે ઘરમાં ઘૂસીને તોડફોડ મચાવ્યા બાદ આગ ચાંપી દીધી હતી.
એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ કહ્યું કે જ્યારે મારા ઘરે દેખાવકારોની ભીડે હુમલો કર્યો. તે સમયે તે પોતાના ઘરમાં હાજર હતા. તેમણે કહ્યું કે આ ઘટના દરમિયાન મારા પરિવારનો કોઈ સભ્ય કે કર્મચારી ઘાયલ થયો નહોતો. અમે બધા સુરક્ષિત છીએ પણ આગચંપીને લીધે અમારી સંપત્તિને નુકસાન થયું છે.

Total Visiters :111 Total: 1051988

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *