ગુગલ મેપ પર તિરંગા સાથે ઈન્ડિયાના બદલે ભારત લખાયું

Spread the love

ગૂગલ મેપએ ઈન્ડિયા અને ભારત બંનેને દક્ષિણ એશિયામાં એક દેશ તરીકે માન્યતા આપી દીધી


નવી દિલ્હી
સરકારે તાજેતરમાં જ દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરી દેવાના અનેક સંકેત આપ્યા. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. જોકે ભલે સત્તાવાર રીતે દેશનું અંગ્રેજી નામ ઈન્ડિયાથી ભારત ન કરાયું હોય પણ ગૂગલ મેપએ નવા નામને જરૂરથી સ્વીકારી લીધું છે.
ખરેખર તો તેનું કારણ એ છે કે જો તમે ગૂગલ મેપના સર્ચ બોક્સમાં ભારત ટાઈપ કરશો તો તમને દક્ષિણ એશિયામાં એક દેશ લખેલું એ પણ તિરંગા સાથે દેખાશે. એ વાતથી કોઈ ફેર પડતો નથી કે તમે તમારા ગૂગલ મેપની ભાષા હિન્દી કરી છે કે પછી અંગ્રેજી. ગૂગલ મેપએ ઈન્ડિયા અને ભારત બંનેને દક્ષિણ એશિયામાં એક દેશ તરીકે માન્યતા આપી દીધી છે.
જોકે અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે ફક્ત ગૂગલ મેપ જ નહીં પણ ટેક કંપનીના અન્ય પ્લેટફોર્મ પર પણ ભારત અને ઈન્ડિયા લખશો તો પરિણામ સમાન જ આવી રહ્યા છે. યૂઝર્સ જો ગૂગલ સર્ચ, ગૂગલ ટ્રાન્સલેટર, ગૂગલ ન્યૂઝ જેવા એપ્સ પર જઈને ભારત કે ઈન્ડિયા લખશે તો પણ સમાન પરિણામ મળશે. જોકે હજુ સુધી ગૂગલ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

Total Visiters :142 Total: 1366910

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *