ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતાથી વિશ્વ અચંબિતઃ મોદી

Spread the love

મોદીએ મહેસાણામાં લગભગ રૂ. 5800 કરોડની રેલ, રોડ, પીવાનાં પાણી અને સિંચાઈને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું


ખેરાલુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણામાં લગભગ રૂ. 5800 કરોડની રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ આજે આજે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે મહેસાણામાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણાના ખેરાલુમાં ચંદ્રયાન-3 અને જી-20ની સફળતાથી ચર્ચા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વનો કોઈ દેશ અત્યાર સુધી ચંદ્રના જે વિસ્તારમાં પોતાનું યાન ન ઉતારી શક્યો ત્યાં ભારત સફળતા પૂર્વક પહોંચ્યું. પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના લોકો અને નેતાઓ ભારતની સફળતાથી અચંબિત થઈ ગયા છે.
પીએમ નરેન્દ્ર મોદી મહેસાણામાં રેલી સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે લોકોનું ટોળું ઉમટી પડ્યુ હતું. લગભગ 1 લાખ લોકોની ભીડ પીએમ મોદીની એક ઝલક જોવા માટે સવારથી ત્યાં પહોંચવા લાગી હતી. અનેક લોકો પોતાના પારંપારિક પોશાકમાં રેલીમાં પહોંચ્યા હતા.
પીએમ મોદીએ મહેસાણામાં કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે. ઉત્તર ગુજરાતે સુજલામ સુફલામ યોજનાને સફળ બનાવી હતી. સિંચાઈની નવી ટેકનોલોજીથી ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. મા નર્મદાનું પાણી દરેક ઘરમાં પહોંચ્યુ છે. ઉત્તર ગુજરાતના બટાકા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ફ્રેન્ચ ફ્રાઈસ માટે ઉત્તર ગુજરાતના બટાકાની ડિમાન્ડ છે. બનાસકાંઠામાં મેગા ફૂડ પાર્ક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દુનિયાભરમાંથી લોકો અહીં ડેરી મોડલ જોવા માટે આવે છે.
અગાઉ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી પરિસરમાં પીએમ મોદીએ હાજર રહેલા શ્રદ્ધાળુઓનું અભિવાદન જીલ્યું હતું. તેમની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં પૂજા કરી હતી. અંબાજી દેવસ્થાન ટ્ર્સ્ટ તરફથી માતાજીની ચુંદડી ઓઢાડીને પીએમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Total Visiters :123 Total: 1010564

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *